મુખ્ય સમાચાર
News of Monday, 24th January 2022

નાગપુરમાં કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનના 3 નવા મ્યુટેશન સામે આવતા ચિંતામાં વધારો

મુંબઈ : કોરોનાના કેસોમાં ઘટાડાને કારણે લોકો રાહતનો શ્વાસ લઈ શકે છે, બીજી તરફ, નાગપુરમાં કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનના 3 નવા મ્યુટેશન સામે આવતા ચિંતા વધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના વર્તમાન સ્વરૂપને અંતિમ વેરિઅન્ટ તરીકે સમજવો જોઈએ નહીં. નાગપુરમાં સામે આવેલા ઓમીક્રોનના આ નવા મ્યુટેશન કેટલા ઘાતક હોય શકે છે. તેની નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જો રાજ્યમાં કોરોના સંબંધિત સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં 70 લાખ 89 હજાર 936 લોકો સાજા થયા છે. હવે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 94.09 ટકા છે. 14 લાખ 35 હજાર 141 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે અને 3402 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 કરોડ 35 લાખ 11 હજાર 861 લોકોનું લેબમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(12:42 am IST)