મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

લદ્દાખ અને પુલવામાના શૌર્યને ભારતનું સન્માન : કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એવોર્ડ

પુલવામાના શહીદ ASI મોહન લાલને શૌર્ય પુરસ્કાર સહિત 946 જવાનોને અલગ-અલગ સેવા માટે સન્માનીત કરાશે .

નવી દિલ્હી : ગલવાન ઘાટીના શેરને મહાવીર ચક્ર, કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એવોર્ડ જયારે પુલવામાના શહીદ ASI મોહન લાલને શૌર્ય પુરસ્કાર સહિત 946 જવાનોને અલગ-અલગ સેવા માટે સન્માનીત કરવામાં આવશે.

લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુ મહાવીર ચક્રથી સન્માનિત થશે. મહાવીર ચક્ર ભારતનો બીજો સૌથી મોટો શૌર્ય એવોર્ડ છે. આપને જણાવી દઇએ કે 15 જૂને ચીની સેનાએ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝઘડો થયો હતો, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને ચીનને પણ ભારે નુકસાન થયું હતું. જો કે, ચીને સૈનિકોની સંખ્યા જાહેર કરી નથી. આ સંધર્ષમાં શહીદ થનાર કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

ગેલવાન ખીણમાં ચીની સૈન્ય સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ ચીની બાજુની વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ મોડી રાતની હિંસામાં તેઓ શહીદ થઈ ગયા હતા. મૂળ તેલંગણાના સૂર્યપત જિલ્લાના રહેવાસી, કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર પણ હતા. આ અગાઉ તણાવ ઓછો કરવા માટે તેમણે અનેક બેઠકોનું નેતૃત્વ પણ કર્યું હતું.

સૈન્ય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કર્નલ બાબુ સંધર્ષની રાત્રે ખુદ ચીનાઓ સાથે વાત કરવા ગયા હતા, જ્યારે ચીની સેના શેડ્યૂલ મુજબ પાછી ન ગઈ. તે જ સમયે તેને ચીની બાજુથી હાંકી કાઢવામાં આવ્યા, જેના પછી ભારતીય સૈનિકોએ પણ જવાબ આપ્યો. આને કારણે બંને તરફથી હિંસા શરૂ થઈ હતી. પથ્થરો અને લાકડીઓ ઉડી હતી. બંને પક્ષે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

ગલવાન ઘાટીના શેરને મહાવીર ચક્ર, કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એવોર્ડ. પુલવામાના શહીદ ASI મોહન લાલને શૌર્ય પુરસ્કાર સહિત 946 જવાનોને અલગ-અલગ સેવા માટે સન્માનીત કરવામાં આવશે. જૂન 2020માં ચીને લદ્દાખમાં ખૂની ખેલ ખેલ્યો હતો

(10:10 pm IST)