મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

છેલ્લી મિનિટે સ્ટે માટે કરવામાં આવતી પિટિશન સ્વીકારી શકાય નહીં : પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવના અભિનય સાથે નેટફ્લિક્સ ઉપર પ્રસારિત થનારી વ્હાઇટ ટાઇગર ઉપર સ્ટે આપવાની માંગણી દિલ્હી હાઇકોર્ટએ ફગાવી

ન્યુદિલ્હી : પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવના અભિનય સાથે નેટફ્લિક્સ ઉપર 22 જાન્યુઆરીના રોજ વ્હાઇટ ટાઇગર પ્રસારિત થવાની હતી તેના ઉપર આગલે દિવસે એટલે કે 21 જાન્યુઆરીના રોજ જ્હોન હાર્ટ જુનિયર દ્વારા સ્ટે માટે માંગણી કરવામાં આવી હતી.જેમાં પોતાના કોપીરાઇટનો ભંગ થયો હોવાનું જણાવાયું હતું.

આથી નામદાર કોર્ટે આ માંગણી ફગાવી દેતા જણાવ્યું હતું કે છેલ્લી મિનિટે સ્ટે માટે કરવામાં આવતી પિટિશન સ્વીકારી શકાય નહીં .પોતાના કોપીરાઇટનો ભંગ થયાનું જણાવનાર જ્હોન હાર્ટના એડવોકેટને નામદાર કોર્ટે પૂછ્યું હતું કે આ બાબત તપાસવી સમય માંગે છે.તેથી તાત્કાલિક સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)