મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

ફીઝર બાયોટેકની રસી આપ્યા પછી બીજા ડોઝ માટેનો સમયગાળો ઘટાડવા યુ.કે.ના ડોક્ટરોની માંગણી : રસીના ઉત્પાદકો તથા who એ પણ આ ગાળો ઘટાડવાની ભલામણ કરી હોવાનો અભિપ્રાય

લંડન : યુ.કે.માં ફીઝર બાયોટેકની રસી આપ્યા પછી બીજા ડોઝ માટેનો સમયગાળો ઘટાડવા યુ.કે.ના ડોક્ટરોએ માંગણી કરી છે.જે પ્રથમ ડોઝ પછી 12 સપ્તાહનો ગાળો રાખવા સૂચવાયું છે તે ઘટાડવો જરૂરી હોવાનું જણાવ્યું છે.જેના અનુસંધાનમાં જણાવાયા મુજબ રસીના ઉત્પાદકો તથા  who એ પણ આ ગાળો ઘટાડવાની ભલામણ કરી છે.

અત્યાર સુધીમાં યુ.કે.ના 5.5 મિલિયન લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.એક અભિપ્રાય મુજબ રસીનો પ્રથમ ડોઝ આપ્યા પછી તેની અસર થતા 12 સપ્તાહનો સમય લાગે છે તેથી 12 સપ્તાહ પછી બીજો ડોઝ આપવો જોઈએ.પરંતુ ફીઝરના ઉત્પાદકોના જણાવ્યા મુજબ આટલો લાંબો ગાળો રાખવાનું તેમના ટેસ્ટમાં જણાયું નથી.

આથી બ્રિટિશ મેડિકલ એશોશિએસને ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસરને આ અંગે તુરંત નિર્ણય લેવા અનુરોધ કર્યો છે.તેમણે ઉમેર્યું છે કે બીજા કોઈ દેશોમાં બે ડોઝ વચ્ચે આટલો લાંબો ગાળો રાખવામાં આવ્યો નથી.who એ પણ આ ગાળો 6 સપ્તાહનો રાખવાની ભલામણ કરી છે.

ઉપરાંત આ રસીથી અમુક મોત પણ નિપજ્યાનું જણાયું છે જેના અનુસંધાને ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે આ પ્રમાણ ઓછું છે તેમજ આવા મોત અન્ય દર્દોને કારણે પણ થયા હોઈ શકે .
ઉલ્લેખનીય છે કે યુ.કે.માં પોઝિટિવ ટેસ્ટ ધરાવતા નાગરિકો પૈકી 97517 લોકોના મોત નિપજ્યા છે.તેવું aljazeera દ્વારા જાણવા મળે છે.

(7:43 pm IST)