મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

૫૦ દિવસથી સાંકળમાં બંધાયેલા કાબલસિંહ

નવી દિલ્હી, તા. ૨૫ :. નવા ખેડૂત કાયદાનો વિરોધ કરવા છેલ્લા ૫૦ દિવસથી કાબલસિંહ નામના ખેડૂત પોતાને સાંકળથી બંધાયેલા રાખી પ્રદર્શન કરી રહ્યા છે. કાબલસિંહ પંજાબના ફાલ્જિકા જીલ્લાના રૂકંદપુરા ગામથી આવ્યા છે. કાબલસિંહ ખુદ ખેડૂત છે. તેમનુ કહેવુ છે કે લાખો ખેડૂતો દેવા હેઠળ દબાયેલા છે. ઉત્પાદનો ટેકાના ભાવ તેમની નથી મળતા. મજબુર થઈને રસ્તામાં પાક વેચવા પડી રહ્યા છે.

(4:10 pm IST)