મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ ઉપર મુકાયેલા પ્રતિબંધને સતત ત્રીજી વાર સુપ્રીમ કોર્ટમાં પડકાર : 370 મી કલમ રદ કરાયા પછી મુકાયેલા પ્રતિબંધને કારણે ઇન્ટરનેટ ધીમું ચાલતું હોવાથી ડોકટરો છેલ્લામાં છેલ્લા સંશોધનો ડાઉનલોડ કરી શકતા નથી : ઇન્ટરનેટ સ્પીડ માત્ર 2 G હોવાથી 3800 પ્રાઇવેટ સ્કૂલોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા


ન્યુદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ ઉપર મુકાયેલા પ્રતિબંધને સતત ત્રીજી વાર સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે.જે મુજબ 370 મી કલમ રદ કરાયા પછી મુકાયેલા પ્રતિબંધને કારણે ઇન્ટરનેટ ધીમું ચાલતું હોવાથી ડોકટરો છેલ્લામાં છેલ્લા સંશોધનો ડાઉનલોડ કરી શકતા નથી .ઉપરાંત ઇન્ટરનેટ સ્પીડ માત્ર 2 G હોવાથી 3800 પ્રાઇવેટ સ્કૂલોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

જમ્મુ કાશ્મીર પ્રાઇવેટ સ્કૂલ એશોશિએસને દાખલ કરેલી પિટિશન મુજબ 370 મી કલમ રદ કરાયાના 500 દિવસ પછી  હજુ પણ 2 G સ્પીડ હોવાથી તેઓ પિટિશન દાખલ કરવા મજબુર બન્યા છે.તેમણે 4Gની માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ જમ્મુ કાશ્મીરના બે જિલ્લા ગંદરબલ અને ઉધમપુર સિવાયના 18 જિલ્લામાં 11 મે સુધી ઇન્ટરનેટ સ્પીડ ધીમી રાખવામાં આવશે.જયારે ઉપરોક્ત બે જિલ્લામાં 4G શરૂ કરી દેવાઈ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:28 pm IST)