મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

LAC પર ભારત - ચીન ફરી આમને - સામને : ચીનના ૨૦થી વધુ સૈનિકોને ઇજા : ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી તા. ૨૫ : ભારત અને ચીન વચ્ચે LAC પર ફરી ઘર્ષણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ચીનના ૨૦ જેટલા સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

સૂત્રોને મળતી માહિતી અનુસાર પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ કંટ્રોલ એકચુએલ કંટ્રોલ (LAC) પર તણાવની વચ્ચે સિક્કીમમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે.

જો કે પ્રાપ્ત મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલા સિક્કીમના કૂલામાં ચીનની સેનાએ LACની યથાસ્થિતિ ને બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના કેટલાંક સૈનિકો ભારત તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને રોકી દીધા હતા.ત્રણ દિવસપહેલા કૂલામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ૪ ભારતીય અને ૨૦ ચીનના સૈનિકો ઘાયલ થયા છે. ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને પાછા ખદેડી દીધા હતા. જો કે અત્યારે પણ સ્થિતિણ તણાવપૂર્ણ છે, પરંતુ સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર ભારતીય ક્ષેત્રના બધા પોઇન્ટ પર મોસમની સ્થિતિ ખરાબ હોવા છતા સુરક્ષા વ્યવસ્થા પર કડક નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે LAC પર છેલ્લા ઘણા મહીનાથી તણાવ જોવા મળી રહ્યો છે. ૧૫ જૂનના રોજ પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો અને ભારતના જવાન વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ દરમિયાન ૨૦ ભારતીય જવાન શહીદ થયા હતા, જયારે ચીનની સેનાના કેટલાક અધિકારી-જવાનનોનું પણ મૃત્યું થયું હતું, પરંતુ ચીનના સૈનિકો આજ સુધી આ અંગે કોઇ સત્ત્।ાવાર પુષ્ટી કરી નથી.

(12:47 pm IST)