મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

રાજ્ય આપશે પોલીસ સુરક્ષા

ખેડૂતોની રેલીમાં હિંસાનું પાકિસ્તાની ષડયંત્ર

નવી દિલ્હી તા. ૨૫ : ગણતંત્ર દિવસ પર ખેડૂતોને ટ્રેકટર રેલીને માટે દિલ્હી પોલીસે રવિવારે ૩ રૂટને મંજૂરી અધિકારિક રીતે આપી છે. આ સમયે પાકિસ્તાની સાજિસની શંકાના આધારે ૩ રાજય પોલીસ સુરક્ષા આપશે.

આ સમયે પોલિસનો દાવો છે કે રેલીમાં ગરબડ ફેલાવવા માટે પાકિસ્તાન સાજિશ કરી રહ્યું છે. આ માટે પાકિસ્તાનાં ૧૩-૧૮ જાન્યુઆરીની વચ્ચે ૩૦૮ નવા ટ્વિટર હેન્ડલ બન્યા છે. દિલ્હી પોલિસના સ્પેશ્યલ કમિશ્નર ઈન્ટેલિજન્સ દીપેન્દ્ર પાઠકે રવિવારે ખેડૂતોની સાથે રેલીનો રૂટ મેપ તૈયાર કર્યો છે. તેઓએ કહ્યું કે રેલીનું શાંતિથી સંચાલન થાય તે મોટી ચેલેન્જ છે. આ માટે દિલ્હીની સાથે યૂપી અને હરિયાણા પોલિસ પણ સુરક્ષા આપશે. ખેડૂત સંગઠનોને પણ સુરક્ષાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

ટીકરી અને સિંધુ સીમાથી ૬૨ કિમીના રૂટથી ખેડૂતો દિલ્હીમાં ૧૦ કિલોમીટર સુધીની રેલી કરશે. આ પછી સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, બવાના, કંઝાવલા, કુતુબગઢ થતાં ઓચિંતી સીમા પહોંચશે અને સાથે હરિયાણામાં દાખલ થશે અને સાથે ફરી સિંઘુ સીમાએ જશે.

ટીકરી સીમાથી ખેડૂતો નાંગલોઈ જશે. ત્યાંથી બપરોલા થતા નજફગઢ રો અને ઝરોદા સીમાથી રોહતક બાઈપાસ પહોંચશે. ત્યાંથી અસૌદાના રસ્તે ફરીથી ટીકરી પરત આવશે. આ સિવાય ગાઝીપુર સીમાથી રેલી ૪૬ કિમીની દૂરી નકકી કરશે. પહેલા અપ્સરા સીમા, પછી હાપુડ રોડ અને આઈએમએસ કોલેજમાં લાલ કુઆ થઈને પરત ગાઝીપુર સીમા પહોંચશે. જયારે ચિલ્લા પર બેઠેલા ખેડૂતો ટ્રેકટર લઈને ગાઝીપુર પહોંચશે અને રેલીમાં સામેલ થશે.

ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે પોલીસે રેલીની અધિકારીક રીતે મંજૂરી આપી છે. અમે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢીશું. હું ખેડૂત ભાઈઓને અનુરોધ કરું છું કે રેલીના વિના ટ્રોલી માટે ટ્રેકટર દિલ્હીની અંદર લઈને જાય.

મહારાષ્ટ્રમાં ખેડૂતો કૃષિ કાયદાને લઈને સોમવારે એટલે કે આજે રેલીનું આયોજન કરશે, મુંબઈમાં રેલીમાં ભાગ લેનારા માટે અલગ અલગ શહેરોથી ખેડૂતો રવિવારે પહોંચ્યા છે. ઓલ ઈન્ડિયા કિસાન સભાની મહારાષ્ટ્રે કહ્યું કે નાસિકથી ૧૫ હજાર ખેડૂતો મુંબઈ પહોંચ્યા છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક વખત કહ્યું છે કે ખેડૂતો કૃષિ કાયદાને લઈને અડી રહ્યા છે અને તેના ફાયદા પર ચર્ચા કરતા નથી, કોઈ અદ્રશ્ય તાકાત છે જે ઈચ્છે છે કે આ સમસ્યાનું સમાધાન ન આવે. કેમકે વાતચીત સમયે ખેડૂતોના સૂર બદલાઈ જાય છે.

(11:30 am IST)