મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

માત્ર સ્તન દબાવવા એ યૌન શોષણ નથી : ચામડીથી ચામડીનો સ્પર્શ થયો હોવો જરૂરી

ફકત ટચ કરવું તે યૌન શોષણ નથી. સાથે જ કોર્ટે એમ પણ જણાવ્યુ છે કે કપડા પહેરેલા હોય તો ૧૨ વર્ષની બાળકીના સ્તન દબાવવા તેને યૌન શોષણ માની શકાય નહીં

મુંબઇ તા. ૨૫ : શારીરિક શોષણના એક કેસમાં બોમ્બે બાઈકોર્ટે એક વિચિત્ર ચુકાદો આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, કોઈ ગતિવિધિને યૌન હુમલાની શ્રેણીમાં ત્યારે જ ગણી શકાય જયારે યૌન ઈરાદાથી સ્કીન ટુ સ્કીન (ત્વચા થી ત્વચા) કનેકટ થઈ હોય. આ ઉપરાંત કોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ જણાવ્યું છે કે, માત્ર પરાણે સ્પર્ષ કરવો એ જ યૌન હુમલાની શ્રેણીમાં ના આવે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે હાલમાં એક મામલાની સુનાવણી કર્યા બાદ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ફકત ટચ કરવું તે યૌન શોષણ નથી. સાથે જ કોર્ટે એમ પણ જણાવ્યુ છે કે, કપડા પહેરેલા હોય તો, ૧૨ વર્ષની બાળકીના સ્તન દબાવવા તેને યૌન શોષણ માની શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે કહ્યુ હતું કે, બાળકીનું ટોપ ઉતારવું અથવા ખોટા ઈરાદા સાથે કપડાની અંદર હાથ નાખવો તેને જ યૌન શોષણ માની શકાય.

કોર્ટે એક મામલાની સુનાવણી કરતા જણાવ્યુ હતું કે, ઘટના સમયે વ્યકિતએ પીડિતાની સાથે ખોટી રીતે સ્કિન ટૂ સ્કિન કોટેકટ કર્યો છે, તો જ યૌન શોષણ માની શકાશે. પણ જો આવું નથી થયું તો, આરોપ ખોટો માનવામાં આવશે.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ૧૨ વર્ષની બાળકીના સ્તન દબાવવા એ યૌન શોષણ માનવામાં આવશે નહીં, જયાં સુધી એ સાબિત ન થાય કે, શખ્સે બાળકીનું ટોપ ઉતાર્યુ અથવા ખોટી રીતે તેના કપડામાં હાથ નાખ્યો હોય. કોર્ટે કહ્યુ હતું કે, જો આવુ થયું છે તો બાળકી અથવા મહિલાનું સીલ ભંગ થયું છે તેવું માની શકાય.

જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાની એકલ ન્યાયાધીશ પીઠે નિર્ણય સંભળાવતા નિચલી અદાલતથી વ્યકિતને સંભળાવવામાં આવેલ સજાને સંશોધિત કરી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે, શખ્સે કપડા ઉતારી બાળકના શરીરના કોઈ ભાગને ટચ નથી કર્યા અને દબાવ્યા નથી તો એવામાં અમે યૌન ઉત્પીડનનો આરોપ માની શકએ નહી. સાથે જ કોર્ટે કહ્યું કે, આ આરોપ નિશ્વિત રૂપથી IPC ની ધારા ૩૫૪ ની એક પરિભાષામાં આવે છે જે એક મહિલાની વિનમ્રતાને અપમાનિત કરવા માટે દંડિત કરે છે. એવામાં આ કેસમાં કાર્યવાહી યૌન ઉત્પીડનના કેસમાં ન કરી IPCની ધારા ૩૫૪ હેઠળ કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે, કોર્ટે આરોપીની સજાને ઓછી કરી દીધી છે.

ખરેખર, આ કેસના આરોપી અમરૂદે ભેટવાને બહાનાથી પીડિતા બાળકીને સમજાવી પોતાના ઘરે લઈ ગયો હતો. બાદમાં જયારે છોકરીની માતા ઘટનાસ્થળ પર પહોંચી તો, તેણે પોતાની દિકરીને ત્યાં રોતા જોઈ. જયારે માંતાએ પૂછ્યુ તો દીકરીએ આખી ઘટના સંભળાવી હતી. ત્યારબાદ મહિલાએ આરોપીની વિરુદ્ઘ FRI દાખલ કરાવી.

(9:59 am IST)