મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

GSTમાં ત્રિમાસિક રિટર્ન ભરવાની છૂટ અપાઇ પરંતુ, પળોજણ યથાવત

મુંબઇ, તા.૨૫: GSTના નવા સુધારો પ્રમાણે QRMP? (કવાર્ટલી રિટર્ન મંથલી પેમેન્ટ) યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે જોગવાઇ હેઠળ નાના વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની છૂટ મળે છે. પરંતુ, આ છૂટ છતાં વેપારીઓની પળોજણ યથાવત રહી છે.

૧ જાન્યુઆરી, ૨૦૨૧ની અસરથી તંત્ર દ્વારા જીએસટી જોગવાઇમાં સંખ્યાબંધ સુધારા અમલી બનાવવામાં આવ્યા છે. જે સુધારા હેઠળ એક સુધારામાં રૂપિયા પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાઓને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ, આ સુવિધા હકીકતમાં વેપારીઓ-કરદાતાઓને વધુ સુવિધારૂપ નહિ હોવાની ફરિયાદ ઊઠી રહી છે. ફરિયાદ છે કે વેપારીઓ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાનું રહે છે, પરંતુ. પ્રતિ માસ ૩૫-૩૫ ટકા એડવાન્સ ટેકસ ફાઇલ કરવાની જોગવાઇના કારણે વેપારીએ માસિક હિસાબની જાળવણી કરવાની રહે છે. આ ઉપરાંત ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ પસંદ કરનારાઓ દ્વારા સામાન્ય રીતે બિલ પણ ત્રિમાસિક ધોરણે અપલોડ કરવામાં આવે છે. ૩૧ ડિસેમ્બર સુધી રૂપિયા ૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાઓ માટે ત્રિમાસિક રિટર્નની જોગવાઇ હતી. જેઓ દ્વારા ત્રિમાસિક ધોરણે બિલ અપલોડ થતા હતા. પરંતુ, હાલના નવા સુધારા બાદ ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ પસંદ કરનારા વેપારી પાસે ખરીદ કરનારાઓ માટે ક્રેડિટના પ્રશ્ન ઉપસ્થિતિ થાય છે. જેમાં ગુડઝ વેચાણ કરનારા દ્વારા બિલ અપલોડ નહિ થાય ત્યાં સુધી ક્રેડિટ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. આ સ્થિતીમાં જો બાયર્સ હારા બિલ અપલોડ કરવાની અરજ કે દબાણ થાય તો, નાના વેપારીઓ માટે બિલ અપલોડ કરવાની પણ સ્થિતિ બને છે.(૨૩.૨)

સિસ્ટમમાં સુધારા જરૂરી છે

સીએ મિહિર ઠક્કરે જણાવે છે. ત્રિમાસિક રિટર્નની વિકલ્પની જોગવાઇ આવકાર્ય છે. વેપારીઓનું કલેરિકલ ભારણ દૂર થાય તે મુજબના સુધારા થવા જોઇએ. QRMP યોજનામાં જોડાયેલા વેપારીઓ પાસેથી ખરીદ કરનારાઓના બિલ સમયસર અપલોડ નહિં થાય તો પણ ક્રેડિટની સુવિધા આપવી જોઇએ.

 

(9:57 am IST)