મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

બધાનું લક્ષ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પરેડ વિશ્વના સૌથી મોટા લોકતંત્રને નમન કરે છે : પરેડમા સામેલ થવા દિલ્હી આવેલા કલાકારો, એનસીસી કેડેટો, એનએસએસ વોલેન્ટિયર્સ સાથે મોદીની મુલાકાત

નવી દિલ્હી, તા. ૨૪ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, કોરોનાએ ઘણા ફેરફાર કરી દીધા છે. માસ્ક અને બે ગજની દૂરી હવે તેમ લાગી રહ્યું છે દરરોજના જીવનની વસ્તુ બની ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે લોકોના ઉત્સાહ અને ઉમંગમાં કોઈ કમી આવી નથી.

ગણતંત્ર દિવસ પરેડ ૨૦૨૧મા સામેલ થવા માટે દિલ્હી આવેલા કેડેટ્સ, વોલેન્ટિયર્સ અને કલાકારોને પીએમ મોદી સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ, 'તમે દેશના ખુણે-ખુણાથી આવ્યા છો. રાજપથ પર અલગ અલગ રાજ્યોના ટેબ્લો પસાર થાય છે અને કલાકાર જ્યારે રાજપથ પર નિકળે છે તો દેશ ગર્વથી ભરાય જાય છે.' પીએમે કહ્યુ, 'જ્યારે આપણા આદિવાસી સાથી રાજપથ પર જ્યારે પોતાનો જલવો દેખાડે છે તો સંપૂર્ણ ભારતમાં ખુશીઓનો રંગ ફેલાય છે. ગણતંત્ર દિવસની પરેડ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના બંધારણને નમન કરે છે.' દિલ્હીમાં પડી રહેલી ભારે ઠંડીનો ઉલ્લેખ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, દિલ્હીમાં ખુબ ઠંડી પડી રહી છે. દક્ષિણ ભારતથી આવેલા કેડેટ, વોલેન્ટિયર્સ અને કલાકારોને વધુ મુશ્કેલી થતી હશે. તમારે ડ્રિલ માટે સવારે જલદી નિકળવુ પડતુ હશે. તમારા બધાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

(12:00 am IST)