મુખ્ય સમાચાર
News of Saturday, 25th January 2020

ઉતરપ્રદેશ સરકારની પાંચ દિવસની ગંગાયાત્રામાં યોગી સાથે સામેલ થશે ઉતરાખંડના મુખ્યમંત્રી અને ૮ કેન્દ્રીય મંત્રી

        મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી ઉતરપ્રદેશ સરકાર ર૭ થી ૩૧ જાન્યુઆરી સુધી પાંચ દિવસની ગંગાયાત્રા કરી રહી છે. ગંગાયાત્રામાં કેન્દ્ર સરકારના આઠ મંત્રીઓની સાથેજ જિલ્લાના પ્રભારી મંત્રી પણ સામેલ થશે. સરકારી પ્રવકતાના અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલીયાન બીજનોરમાં હશે, જયારે બલિયામાં રાજયપાલ આનંદીબેન પટેલ, બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, પ્રદેશના જલશકિત મંત્રી ડો. મહેન્દ્રસિંહ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડેય હાજર રહેશે.

        ગંગાયાત્રા બે માર્ગોથી કાઢવામાં આવશે પહેલો માર્ગ બિજનોર થી કાનપુર અને બીજો બલિયાથી કાનપુર હશે. આ ક્રમમાં બિજનોરથી કાનપુર સુધી જવાવાળી ગંગાયાત્રાના પહેલા દિવસે ર૭ જાન્યુ. ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉતરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીયમંત્રી બાલિયાન હાજર રહેશે.

        ર૮ જાન્યુઆરીના ઉપમુખ્યમંત્રી ડો. દિનેશ શર્મા, કેન્દ્રીય મંત્રી સાધ્વી નીરંજન જયોતિ વગેરે હાજર રહેશે. આ રીતે ૩૦ જાન્યુ. સુધી મહાનુભાવો હાજર રહેશે.

(9:34 pm IST)