મુખ્ય સમાચાર
News of Saturday, 25th January 2020

નિર્ભયા : મુકેશની સુપ્રીમ કોર્ટમાં ફરીથી અપીલ થઇ

દયા અરજી ફગાવવાની સમીક્ષાની માંગ

નવી દિલ્હી, તા.૨૫ : વર્ષ ૨૦૧૨માં નિર્ભયા હત્યા અને ગેંગરેપ કેસમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા અપરાધીઓ પૈકીના એકે આજે શનિવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં ફરીવાર અપીલ કરી હતી. સાથે સાથે રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી અસ્વિકાર કરવાના નિર્ણયની જ્યુડિશિયલ સમીક્ષા કરવાની માંગ કરી હતી. ૧૭મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૩૨ વર્ષીય મુકેશકુમાર સિંહની દયાની અરજીને અસ્વિકાર કરી દીધી હતી. તેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં અનેક પ્રકારની દલીલો કરવામાં આવી હતી.

            સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની દ્રષ્ટિએ દયાની અરજી ફગાવી દેવાના મામલાની જ્યુડિશિયલ રિવ્યુ માટે કલમ ૩૨ હેઠળ એક અરજી દાખલ કરવામાં આવી હતી. શત્રુઘન ચૌહાણ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની દ્રષ્ટિએ દયાની અરજી અસ્વિકારના મામલામાં જ્યુડિશિયલ સમીક્ષા અરજી અગાઉ કરવામાં આવી હતી. હવે આને લઇને પણ સુપ્રીમ કોર્ટના અભિપ્રાય લેવામાં આવનાર છે. એકંદરે ફાંસીને ટાળવાના પ્રયાસો થઇ રહ્યા છે.

(7:43 pm IST)