મુખ્ય સમાચાર
News of Saturday, 25th January 2020

મેંગલુરુ એરપોર્ટ પર બોમ્બ મૂકનાર આદિત્યએ 14 વર્ષમાં 19 નોકરી બદલી : એન્જિનિયરથી સુરક્ષા ગાર્ડની નોકરી કરી

એન્જીયરીંગથી તેને સારો પગાર મળી રહ્યો હતો, પરંતુ તે આ કામથી કંટાળી ગયો હતો.

કર્ણાટકના મેંગલુરુ એરપોર્ટ  પર બોમ્બ રાખનાર શકમંદે ગત દિવસોમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. તેની ઓળખ આદિત્ય રાવ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાવે છેલ્લા 14 વર્ષમાં 19 નોકરી બદલી હતી.આ દરમિયાન તેણે સેલ્સ એક્ઝિક્યુટિવ, કૂક, સૉફ્ટવેર એન્જિનિયર અને સુરક્ષા ગાર્ડ સહિત તમામ ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. રાવે પોલીસ પૂછપરછ દરમિયાન આ વાતો કબૂલી છે.

   ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે, રાવે સ્કૂલનો અભ્યાસ મુંબઈમાંથી કર્યો છે. જે બાદમાં વર્ષ 2004માં તેણે મૈસૂરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી હતી. 2006માં તેણે અહીંથી જ એમબીએનો અભ્યાસ કર્યો હતો. આ જ વર્ષે રાવને મલ્ટિનેશનલ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવની નોકરી મળી ગઈ હતી. 13 મહિના પછી રાવે બીજી બૅંકમાં સેલ્સ મેનેજરની નોકરી સ્વીકારી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે તેને સારો પગાર મળી રહ્યો હતો, પરંતુ તે આ કામથી કંટાળી ગયો હતો. વર્ષ 2008માં તેણે પ્રેરણા ઇન્ડસ્ટ્રિઝમાં સૉફ્ટવેર એન્જિનિયરની નોકરી કરી હતી. 18 મહિના પછી આ કામમાંથી તેનું મન ઉઠી ગયું હતું. રાવે પોલીસને જણાવ્યું કે, તે એક જ રૂમમાં સતત બેસીને પરેશના થઈ ગયો હતો. સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરી હતી

(1:55 pm IST)