મુખ્ય સમાચાર
News of Friday, 24th January 2020

આજે પેટ્રોલમાં પ્રતિ લિટર ૨૩ પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર ૨૭ પૈસા સુધીનો ઘટાડો

૧૩ દિવસમાં પેટ્રોલ -ડીઝલના ભાવમાં રૂ.૧.૬૦ સુધી ઘટાડો

નવી દિલ્હી,તા.૨૪: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં એક મહિનામાં નવ ટકાનો ઘટાડો થતાં અને બ્રેન્ટ ક્રૂડ ૬૨ ડોલરની નીચી સપાટીએ જતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૧૩ દિવસમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ.૧.૬૦ સુધી સસ્તું થયું છે. જ્યારે ડીઝલ પ્રતિ લિટર રૂ.૧.૫૬ જેટલું સસ્તુ થયું છે. આજે ચાર મહાનગરોમાં પેટ્રોલ પ્રતિ ૨૨ પૈસા અને ડીઝલ પ્રતિ લિટર ૨૫ પૈસા ઘટ્યું છે.

લાંબા સમય બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને પ્રતિ લિટર રૂ.૭૫ની નીચે આવી ગઇ છે. દિલ્હી, મુંબઇ અને કોલકતામાં પેટ્રોલ પ્રતિ ૨૨ પૈસા ઘટીને અનુક્રમે પેટ્રોલનો ભાવ રૂ.૭૪.૪૩, રૂ. ૮૦.૦૩ અને રૂ.૭૭.૦૩ પર પહોંચી ગયો છે. જ્યારે ચેન્નાઇમાં પેટ્રોલ ૨૩ પૈસા ઘટીને ભાવ પ્રતિ લિટર રૂ.૭૭.૩૧ પર પહોંચી ગયો છે. દિલ્હી અને કોલકતામાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૨૫ પૈસા ઘટીને અનુક્રમે રૂ.૬૭.૬૧ અને રૂ.૬૯.૯૭ પર પહોંચી ગયો છે. જ્યારે મુંબઇ અને ચેન્નાઇમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૨૭ પૈસા ઘટીને રૂ.૭૦.૮૮ રૂ. ૭૧.૪૩ પર પહોંચી ગયો છે.

(4:24 pm IST)