મુખ્ય સમાચાર
News of Friday, 24th January 2020

જમ્મુ - કાશ્મીરના અવંતીપોરામાં

જૈશના દોરીસંચારે નાચતો આતંકી અબુ સૈફુલ્લાહ એન્કાઉન્ટરમાં ઠાર

પુલવામા : જમ્મુ-કાશ્મીર પોલીસને ઘાટીમાં મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાકર્મીઓએ એન્કાઉન્ટરમાં પાકિસ્તાનના આતંકવાદી અબુ સૈફુલ્લાહને ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં ૨૧ જાન્યુઆરીએ થયું હતું. હવે પોલીસે તેને આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સૈફુલ્લાહ તરીકે કરી છે. સુરક્ષાકર્મીઓ મુજબ સૈફુલ્લાહની તેમને લાંબા સમયથી તલાશ હતી.કોણ હતો સૈફુલ્લાહ?

સૈફુલ્લાહ પાકિસ્તાનનો રહેવાસી હતો. તે છેલ્લા દોઢ વર્ષથી અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સક્રિય હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને અનેક કેસોમાં તેની તલાશ હતી. સુરક્ષા એજન્સીઓ મુજબ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કાદિર યાસિકનો તે ખૂબ નજીક હતો. એન્કાઉન્ટર દરમિયાન સૈફુલ્લાહની સાથે વધુ એક આતંકવાદી હતો, પરંતુ તે રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગવામાં સફળ રહ્યો.આવી રીતે થયું એન્કાઉન્ટરમંગળવારે આતંકવાદીઓની સાથે થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન અને એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) શહીદ થઈ ગયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્ષેત્રમાં આતંકવાદીઓની હાજરી વિશે સૂચના મળ્યા બાદ ખરિયૂમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં વિશેષ પોલીસ અધિકારી શાહબાજ અહમદ ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા અને સેનાનો એક જવાન દ્યાયલ થયો. બાદમાં જવાન પણ શહીદ થયો હતો.

(1:07 pm IST)