મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

અયોધ્યા એરપોર્ટનું નામકરણ: 'મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ હવાઈઅડ્ડા' કરાયું

ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નીર્ણય

યોગી સરકાર ઉત્તરપ્રદેશમાં એક પછી એક આક્રમક નિર્ણય લઈ રહી છે આવો જ વધુ એક નિર્ણય યોગી સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે.ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળની બેઠકમાં આજે  નિર્ણય લેવાયો છે કે અયોધ્યાના એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ હવાઈ અડ્ડા અયોધ્યા કરવામાં આવ્યું છે. આજે યોજાયેલ મંત્રી પરિષદની બેઠકમાં મહત્ત્વના નિર્ણય યોગી સરકાર દ્વારા લેવામાં આવ્યા છે

 એક તરફ લવ જેહાદ માટે આક્રમક વલણ અપનાવીને આકરી સજાની જોગવાઈ કરી અને બીજી તરફ અયોધ્યા એરપોર્ટનું નામકરણ કરીને યોગી સરકાર એક ઉદાહરણ પૂરું પાડ્યું હોય એવું જણાઈ રહ્યું છે. યોગી આદિત્યનાથની સરકારે રામમંદિરનો પાયો નાંખીને પહેલાથી લોકોના દિલ જીતી લીધા છે

(10:50 pm IST)