મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

દિલ્હીમાં કોરોનાથી બચવા શું લોકડાઉન એક માત્ર ઉપાય છે? : હાઇકોર્ટનો સવાલ

દિલ્હી સરકારની અરજી ફગાવી દીધી : બજારો ખોલી નખાઇ

નવી દિલ્હી તા. ૨૪ : દેશની રાજધાની દિલ્હીમાં લગાતાર વધી રહેલ કોરોના કેસને ધ્યાને લઇ કરવામાં આવેલ લોકડાઉનની માંગણી કરતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સુનાવણી સમયે અરજદારને પુછેલ કે શું કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લોકડાઉન એક માત્ર સમાધાન છે? ઉલ્લેખનીય છે કે હાલ દિલ્હીમાં ખુબ તેજીથી કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે સરકારે કેટલીક બજારો બંધ કરાવી દીધી હતી. જો કે દિલ્હી સરકારે પોતાના નિર્ણયોમાં પાછી પાની કરી છે. પંજાબ બસ્તી માર્કેટ, જનતા માર્કે નાંગલોઇને બંધ કરાવવાના આદેશો પાછા ખેંચી લીધા છે. મુળ તો સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતુ હોવાની ફરીયાદો મળી હતી. જેને લઇને કેજરીવાલ સરકારે માર્કેટ બંધ કરાવવવા આદેશો જારી કર્યા હતા. પરંતુ સોમવારે કોર્ટના આદેશને અનુસરી માર્કેટ ફરી ખોલાવી નખાઇ હતી.

(3:28 pm IST)