મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

કોરોના ટેસ્ટની કિંમત સમગ્ર દેશમાં ૪૦૦ રૂ. હોવી જોઈએ : સુપ્રિમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

કોરોના ટેસ્ટની કિંમત સમગ્ર દેશમાં ૪૦૦ રૂ. હોવી જોઈએ : એક રીટ પીટીશન ઉપર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે : સુપ્રિમ કોર્ટમાં કોવિડ-૧૯ની તપાસ માટે સમગ્ર દેશમાં એક સરખી કિંમત કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે : જેની સુનાવણી માટે સુપ્રિમ કોર્ટ તૈયાર થઈ ગયેલ છે : બે સપ્તાહ પછી સુનાવણી હાથ ધરાશે : એડવોકેટ અજય અગ્રવાલ દ્વારા દાખલ કરાયેલ આ અરજીમાં સમગ્ર દેશમાં ૪૦૦ રૂ.માં કોરોનાની તપાસ કરવામાં આવે તેવો આદેશ આપવા માંગણી થઈ છે : જેના સંદર્ભે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો છે.

(3:27 pm IST)