મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોમાં દિલ્હીને 62મું સ્થાન : ટોપ-100માં દિલ્હી દેશનું એકમાત્ર શહેર બન્યું

2020માં દિલ્હી 81મા ક્રમે હતું. : લંડન પ્રથમ સ્થાને : ન્યુયોર્ક અને પેરિસ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે

વેન્કુઅર: વર્ષ 2021 માટે વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોમાં દિલ્હીને 62મું સ્થાન મળ્યું છે, ગત વર્ષે દિલ્હી આ રેન્કિંગમાં 81મા ક્રમે હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના ટોપ-100 શહેરોમાં સ્થાન પામનારૂં દિલ્હી એકમાત્ર શહેર છે. આ રેન્કિંગ કેનેડના વેન્કુઅરમાં આવેલી રેસોનન્સ કન્સલટન્સી દ્વારા કરવામા આવે છે.

ટુરિઝમ ડેટા, ટ્રાવેલ રિપોર્ટ અને ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કરતી રેસોનન્સ કન્સલટન્સી દ્વારા વર્ષ 2021માટે હાથ ધરવામાં આવેલા રેન્કિંગમાં ભારતના દિલ્હીને 62મું સ્થાન મળ્યું છે, 2020માં દિલ્હી 81મા ક્રમે હતું.

આ રેન્કિંગ નક્કી કરવામાં જે-તે શહેરની ગુણવત્તા, પ્રતિષ્ઠા તેમજ પ્રવાસીઓ, ટોંચના ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓના મતે શહેર અંગેના વિચારો, પ્રવાસીઓ માટેની સુવિધાઓ સહિતના માપદંડોને ધ્યાને લેવામાં આવે છે. આ ઉપરાંત ટોપ-100ની યાદીમાં સાન ફ્રાન્સિસ્કો, એમસ્ટરડેમ, રોમ, વોશિંગ્ટન ડી.સી., અબુ ધાબી, ટોરન્ટો, પ્રાગ, સેન્ટ પિટ્સબર્ગ સહિતના વિવિધ શહેરોને સ્થાન મળ્યું છેે.

ટોપ-10 શહેરોની યાદી

1. લંડન

2. ન્યૂયોર્ક

3. પેરિસ

4. મોસ્કો

5. ટોક્યો

6. દુબઇ

7. સિંગાપોર

8. બાર્સિલોના

9. લોસ એન્જલસ

10. મેડ્રિડ

(1:40 pm IST)