મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

કોરોના કહેર વચ્ચે

રાજકોટમાં આજે ૬ મોત : કોરોનાથી એક પણ મોત નથી : જાહેર કરતી સરકાર

શહેરમાં ૭૪ કન્ટેન્ટમેન્ટ ઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૯ વિસ્તારો સંક્રમિત : ૩૦ હજાર ઘરોમાં સર્વે : શરદી - તાવના ૧૩ કેસ

રાજકોટ તા. ૨૪ : શહેર જિલ્લામાં કોરોના કહેર વચ્ચે આજે વધુ ૬ના મોત નોંધાયા છે. જ્યારે રાજ્ય સરકારની ડેથ ઓડિટ કમિટિએ કોરોનાથી એક પણ મોત નથી તેમ જાહેર કરતા ભારે અસમંજશ ઉભું થયું છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર કરેલ પત્રમાં જણાવાયું છે કે, આજે સવારે ૮ વાગ્યા સુધીમાં શહેર જિલ્લામાં કુલ ૬ મૃત્યુ નોંધાયા છે. જેમાં એક પણ મોત કોરોનાને કારણે થયું નથી તેનો રીપોર્ટ રાજ્ય સરકારની કોવિડ - ડેથ ઓડિટ કમિટિએ જાહેર કર્યો છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ૭૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત કરાયા છે.

રાજકોટ શહેરમાં આજે સવાર સુધીમાં કુલ ૩૦૨૧૮૧૭ ઘરોમાં સર્વે કરાયો હતો જે પૈકી માત્ર ૧૩ને જ તાવ - શરદીના લક્ષણો હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪૭ હજાર મકાનોના સર્વેમાં ૧૧૫ લોકોમાં તાવ શરદીના લક્ષણો જોવા મળેલ હતા.

(11:37 am IST)