મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ:માથા પર ઉગાડી દીધા જ્વારા

યુપીના બાગપતમાં સાધુ મહારાજે આદ્યાત્મ અને સાધનાના બળે કોરોનાને ભગાવવાનું પ્રણ લીધુ

યુપીના બાગપતમાં એક સાધુ મહારાજે એલાન કર્યુ છે કે, જ્યાં સુધી લોકોની વચ્ચે કોરોનાનું સંક્રમણ ફેલાય રહ્યુ છે, ત્યાં સુધી ન તો તેઓ અન્નનો દાણો લેશે, ન તો તેઓ તપસ્યામાંથી ઉભા થશે. સાધૂએ અન્નનો ત્યાગ કરતાની સાથે જ માથા પર જવારા વાવ્યા છે. આ સાથે જ તેમણે સંકલ્પ પણ લીધો છે. સંકલ્પ લીધા બાદ તેઓ મા કાલીની આરાધનામાં લાગી ગયા છે. સાધૂની આ પ્રકારની તપસ્યા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. સાધૂને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.

બાગપત જિલ્લાથી 30 કિમી દૂર તિતરોદા ગામની બહાર મહાકાળી માતાના મંદિરમાં તેઓ રહે છે. આ મંદિરના મહંતનું નામ શેર ગિરી છે. જેમણે આદ્યાત્મ અને સાધનાના બળે કોરોનાને ભગાવવાનું પ્રણ લીધુ છે. મહંત ગિરીએ કોરોનાકાળ શરૂ થતાંની સાથે જ આ સંકલ્પ કર્યો છે, અને સાધનામાં બેસી ગયા છે.

(8:38 am IST)