મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવી કળી મળી : ડીલમાં સમીર વાનખેડેને 8 કરોડ મળવાના હતા: ફરાર ગોસાવીના સાથીનું નિવેદન

 

મુંબઇ: આર્યન ખાન ડ્રગ કેસના પંચનામામાં NCBના સાક્ષી કેપી ગોસાવીના સાથી પ્રભાકર સેલે આરોપ લગાવ્યો છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ એક ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવીને સાઇન કરાવી હતી. મહત્વપૂર્ણ છે કે ગોસાવી તે વ્યક્તિ છે જેની સાથે આર્યન ખાનની એક સેલ્ફી વાયરલ થઇ હતી અને જેને એનસીબીએ બાદમાં સ્વતંત્ર સાક્ષી ગણાવ્યો હતો. પ્રભાકરે કહ્યુ કે કેપી ગોસાવીને શંકાસ્પદ રૂપથી લાપતા થયા બાદ હવે તેને પણ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેથી જીવનો ખતરો અનુભવાઇ રહ્યો છે.

પ્રભાકરે જણાવ્યુ કે તે ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. મુંબઇમાં ક્રૂઝ પર રેડ પહેલા તેને અને ગોસાવીને એક કોરા પંચનામા પર સાઇન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, તેને એવો પણ દાવો કર્યો છે કે ક્રૂઝમાંથી ડ્રગ્સ મળી હતી કે નહતી મળી તે તેને ખબર નથી. પ્રભાકર અનુસાર આ તે કોરો પંચનામુ છે જેને બાદમાં આર્યન ખાનના કેસમાં ઉપયોગ કરવામાં આવ્યુ છે.

પ્રભાકર અનુસારસ સૈમ સાથે મુલાકાત બાદ ગોસાવી કોઇની પર ફોન પર વાત કરી રહ્યા હતા જેમાં 25 કરોડનો બોમ્બ રાખવાનો ઉલ્લેખ હતો અને ડીલ 18 કરોડ પર સેટલ કરવાની હતી જેમાં 8 કરોડ સમીર વાનખેડેને મળવાના હતા. આ વાતચીતમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાની પાસેથી પણ પૈસાનો ઉલ્લેખ હતો. પૂજા ડડલાની ફોન ઉઠાવતા નહતા, આ વાતનો ઉલ્લેખ એફિડેવિટમાં કર્યો છે.

પ્રભાકરે આગળ જણાવ્યુ કે મુંબઇ ક્રૂઝમાં રેડ પહેલા ગોસાવી NCB કાર્યાલય પાસે કોઇ સેમ ડિસૂજા નામના વ્યક્તિને મળ્યો હતો. પ્રભાકરે કહ્યુ કે રેડ દરમિયાન તેમણે સાવધાનીથી કેટલાક વીડિયો અને તસવીર લીધી હતી. એક વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે ગોસાવીએ કસ્ટડીમાં લેવામાં આવ્યા પહેલા આર્યન ખાનની કોઇની સાથે ફોન પર વાત કરાવી હતી, તેની પાછળ

પ્રભાકર સેલે એમ પણ જણાવ્યુ કે તેને પંચ વિટનેસ બનાવવા માટે સમીર વાનખેડે અને NCBના અધિકારીએ 7થી 8 પેજ પર સાઇન લીધી હતી જે બ્લેક પેજ હતા. પ્રભાકર સેલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યુ કે સમીર વાનખેડેથી તેને ખતરો છે, કારણ કે તેની પણ ઇન્કવાયરી શરૂ છે.

પ્રભાકરે દાવો કર્યો કે NCBએ ગોસાવીને મજબૂર કરી આ મામલે સાક્ષી બનાવ્યા હતા, તેને કહ્યુ કે ગોસાવી એક સ્વતંત્ર સાક્ષી હતો અને એક સ્વતંત્ર સાક્ષીને રેડની જાણકારી કેવી રીતે મળી શકે છે, તેને એમ પણ કહ્યુ કે પંચનામા પહેલા જ તૈયાર કરવામાં આવ્યુ હતુ અને લોકો પહેલા જ તેની પર સાઇન પણ કરાવી લેવામાં આવી હતી. પ્રભાકર અનુસાર આ ષડયંત્ર પાછળ તે માણસ છે જેનાથી ગોસાવીએ આર્યનની ફોન પર વાત કરાવી હતી. આ વાતચીત બાદ જ આર્યનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પ્રભાકર સેમ નામના વ્યક્તિને સોધવાની અપીલ કરી છે જેનાથી ગોસાવી રેડ પહેલા મળ્યો હતો.

(3:10 pm IST)