મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

બિહાર ચૂંટણી સમયે જ જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી મેહબુબા મુફતીને મુક્‍ત કેમ કરાયા ? કોંગ્રેસ દ્વારા ભાજપ સામે પ્રશ્નો ઉઠાવાયા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370ની વાપસી અને તિરંગાને લઈને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના નિવેદનથી રાજ્યનું જ નહીં, પરંતુ દેશનું રાજકારણ પણ ગરમાયું છે. મેહબૂબાના નિવેદનને અનેક નેતાઓએ ગેરવ્યાજબી ઠેરવ્યું છે. મુફ્તીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, તે જમ્મુ-કાશ્મીર સિવાય કોઈ અન્ય (તિરંગો) ઝંડો નહીં ઉઠાવે.

મેહબૂબા મુફ્તી પાકિસ્તાન જાય

કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાનો વિરોધ કરનારી મેહબૂબા મુફ્તીને ઉત્તર પ્રદેશ સરકારના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મોહસિન રજાએ પાકિસ્તાન જવાની સલાહ આપી દીધી છે.

બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ મુફ્તીના નિવેદનના ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યાં ચે. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં ચૂંટણી સભાઓમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

સૂરજેવાલાએ આગળ જણાવ્યું કે, તે કોની સહયોગી પાર્ટી હતી? તેને આ સમયે કેમ છોડી મૂકવામાં આવ્યા, જ્યારે ચૂંટણી ચાલી રહી હોય. આ એક સમજૂતિ છે, કારણ કે ભાજપ આ ચૂંટણીમાં બિહાર વિશે બોલવા સિવાય બધુ જ બોલશે. સૂરજેવાલાએ મુફ્તીને પણ આડેહાથ લેતા કહ્યું કે, તેમણે કાયમ પાકિસ્તાનનો જ આભાર માન્યો છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે, આપણે છેલ્લા અનેક વર્ષોથી જોયું છે કે, કાશ્મીરના કહેવાતા રાજનેતાઓ ક્યારેક અલગાવવાદીઓની સરખામણીએ વધુ ઘાતક થઈ જાય છે. મુફ્તીએ સત્તામાં રહેતા ભારત માતા કી જય કહીને શપથ લીધા હતા. એક વખત સત્તા તેમના હાથમાંથી જતી રહે, ત્યારે તેઓ પાકિસ્તાનના ગુણગાન ગાવા લાગે છે.

તિરંગા પર શું બોલી હતી મહબૂબા મુફ્તી?

એક પત્રકાર પરિષદ દરમિયાન મહબૂબા મુફ્તીએ એલાન કર્યું હતું કે, જમ્મુ-કાશ્મીર સિવાય કોઈ અન્ય રાષ્ટ્રધ્વજ નહીં ઉઠાવું. એટલે કે તેણે ફરીથી એક દેશ બે ઝંડા વાળા રાજકારણને આગળ વધારતાં તિરંગાને હાથમાં લેવાનો ઈન્કાર કર્યો છે. જે સમયે અમારો (જમ્મુ-કાશ્મીર)નો ઝંડો પાછો આવશે. અમે આ તિરંગા ઝંડાને પણ ઉઠાવી લઈશું.

(4:21 pm IST)