મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

કોરોના કાળમાં પાલતુ પ્રાણીઓની માંગમાં દસ ગણો વધારો

ભાવોમાં પણ ત્રણ ગણો વધારો કરાવવુ પડે છે એડવાન્સ બુકીંગ

કાનપુર, તા, ૨૪: યુપીમાં વ્યકિતદીઠ વાર્ષિક ખર્ચ ર૦૪રર રૂપીયા છે ત્યારે ૪૦ હજારનો કુતરો ખરીદવા માટે ધસારો છે. કાનપુરમાં દર મહિને એક કરોડ રૂપીયાના જુના કપડાઓ વેચાય છે. ત્યાં ૬૦૦૦ રૂપીયામાં કુતરા માટે ટીશર્ટ ખરીદાય છે. જયાં એક હજારમાંથી ૧૪૯ લોકોને રોજના ૩૦૦ રૂપીયાની રોજગારી નથી મળતી ત્યાં રપ હજારની વિદેશી બિલાડી ૧૦ હજાર રૂપીયાની કિંમતની પથારી પર સુવે છે.

આ કાનપુરની પેટસ માર્કેટની આરબીઆઇના રીપોર્ટ સાથે તુલના છે. જે સમાજમાં અરીબી-ગરીબીને વધતી જતી ખાઇને પ્રદર્શીત કરે છે.

ઓલ ઇન્ડીયા પેટસ વેલફેર એસોસીએશનના અધ્યક્ષ વિનય દીક્ષીત કહે છે કે કુતરા-બિલાડીની માંગ પહેલી વાર દસગણા જેટલી વધી ગઇ છે. સસલુ, ઉંદર વગેરેના ગ્રાહકો વધી ગયા છે પણ તેની ઉપલબ્ધતા ઓછી છે. પેટસના ધંધાર્થીઓ અનુસાર કોરોના કાળમાં બ્રીડીંગ ન કરાવી શકાયુ અને બહારથી પણ ન મંગાવી શકાયા એટલે ઉપલબ્ધતાનું સંકટ ઉભુ થતા આખો બીઝનેસ એડવાન્સ બુકીંગ પર આવી ગયો. ભાવોમાં ત્રણ ગણા સુધીનો વધારો થવા છતા પણ રાહ જોવી પડે છે.

પાલતુ પ્રાણીઓને સજાવવાના અને આરામના સામાનનું અલગ માર્કેટ છે. કુતરાઓના ટી-શર્ટ ૬૦૦ થી ૬૦૦૦ રૂપીયા સુધીના મળે છે. બિલાડીનું હાફ સ્વેટર ૪૦૦૦ રૂપીયાનું છે. કુતરાનો સીંગલ બેડ એક થી છ હજાર રૂપીયા સુધીનો છે. કેટ હાઉસ ૩ થી ૧૦ હજારમાં મળે છે. એના જુતાઓ ૩૦૦ રૂપીયાથી શરૂ થાય છે. તો ડોગડીઓ અને પરફયુમ્સ ૧૦૦૦ રૂપીયા સુધીના મળે છે.

આવા છે ભાવ

* જર્મન શેફર્ડનું બચ્ચું ૧ર થી રર હજાર

* પોમેરીયન ડોગ પ થી ૭ હજાર

* શિત્ઝુ ડોગ ર૦ થી ૪૦ હજાર

* પગ ૧પ થી ર૪ હજાર

* વીગલ ૧પ થી ૪પ હજાર

* પર્શીયન બિલાડી ૧ર થી ર૦ હજાર

(3:41 pm IST)