મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

બ્રિટનમાં કોરોનાની બીજી લહેરઃ અનેક મોટા શહેરોમાં લોકડાઉન

કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૮,૩૦,૯૯૮ લોકો સંક્રમિત

લંડન,તા. ૨૪:બ્રિટનમાં કોરોના વાયરસના મામલામાં ફરીથી આવેલી ઝડપ વચ્ેચ દ્યણા શહેરોમાં કડક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે પણ કોરોનાના વધતા કેસોને જોતા સંક્રમણને કાબુ કરવાના પ્રયાસ વધારી દીધા છે. વેલ્સ, ગ્રેટર માન્ચેસ્ટર, લિવરપૂલ સિટી, લેકશાયર, સાઉથ યોર્કશાયર અને સ્કોર્ટલેન્ડમાં લોકોને બહાર નીકળવા પર રોક લગાવી દેવાઈ છે.

બ્રિટનમાં કોરોના વાયસરથી અત્યાર સુધીમાં ૮,૩૦,૯૯૮ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે, જયારે કે ૪૪,૫૭૧ લોકોના મોત થઈ ચૂકયા છે. તેમાંથી ૨૨૪થી વધુ લોકોના છેલ્લા ૨૪ કલાકમાં મોત થયા છે. જયારે કે ૨૦,૫૩૦ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના વધતા પ્રકોપને જોતા જ ઘણા વિસ્તારોમાં લોકડાઉન ફરીથી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. માત્ર બ્રિટન જ નહીં, યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસનો કહેર હાલના દિવસોમાં ઝડપથી વધી રહ્યો છે. એકલા ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

બ્રિટિશ સરકાર મુજબ, વેલ્સમાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે. ગ્રેટર માનચેસ્ટરની ૨૮ લાખની વસ્તી પણ મધ્યરાત્રિથી ઈંગ્લેન્ડના લિવરપૂલ શહેર વિસ્તાર અને લેકશાયર કડક પ્રતિબંધોમાં સામેલ થઈ ગયા છે, જેમાં લગભગ-લગભગ બધા બિઝનેસ યુનિટો પણ બંધ રહેશે. સાઉથ યોર્કશાયરનો વિસ્તાર પણ શનિવારથી ત્રીજા તબક્કાના કડક પ્રતિબંધો અંતર્ગત આવી જશે. આ પ્રકારે લગભગ ૭૦ લાખથી પણ વધુ વસ્તી કડક લોકડાઉન અંતર્ગત આવી જશે. કોવિડ-૧૯ના લઈને અપાયેલી ચેતવણીના ત્રીજા તબક્કાનો અર્થ છે કે, લોકોને હળવા મળવા પર નિયંત્રણ થશે. સાથે જ પબ અને બાર ચાલુ નહીં રાખી શકાય, સિવાય કે તે ભોજન ઉપલબ્ધ ન કરાવતા હોય. આ શ્રેણીમાં આવનારા દ્યણા વિસ્તારોમાં તો બિઝનેસ યુનિટોને ખોલવા પર પણ રોક છે.

આ દરમિયાન વેલ્સમાં પણ શુક્રવારે સાંજથી ૧૭ દિવસનું પૂર્ણ લોકડાઉન લાગુ થઈ જશે, જેના પગલ લગભગ ૩૧ લાખ લોકો દ્યરોમાં જ રહેવા મજબૂર થશે. વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે કહ્યું કે, અહીં એવા લોકો પણ છે, જે અમને જણાવવા ઈચ્છે છે કે, કોરોના વાયરસનો ખતરો માત્ર એક છેતરપિંડી છે અને આ એક સામાન્ય બીમારી છે કે જે નુકસાન નથી પહોંચાડતી. આવા લોકો એ પરિવારને નથી મળ્યા, જેમણે ગત સપ્તાહે પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા છે.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને પોતાના પ્રાંત માટે પાંચ તબક્કાની રણનીતિનો ખુલાસો કર્યો કે જે ઈંગ્લેન્ડમાં લાગુ તબક્કાથી બે તબક્કા વધારે છે. તે અંતર્ગત, સ્કોટલેન્ડના જુદા-જુદા ક્ષેત્રોમાં વાયરસના પ્રકોપ મુજબ તેને લાગુ કરાશે.

(3:13 pm IST)