મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

હીરાના કારખાના દિવાળી વેકેશન ટુંકાવશે?

સ્થાનિક જવેલર્સની માંગ અને તહેવારોના ઓર્ડરો પુરા કરવા માટે હીરાના કારખાના ૭૦ ટકાની કેપેસીટીથી ધમધમે છે. હીરાનું ઉત્પાદન તથા વેચાણ વધે તે માટે કારખાનાવાળા દિવાળીનું વેકેશન ટૂંકાવીને ફકત પાંચથી સાત દિવસનું રાખવાનું વિચારી રહ્યા છે. સામાન્ય રીતે સુરતના હીરા ઉત્પાદકો દિવાળી ઉપર થોડા સપ્તાહની રજા રાખતા હોય છે પણ આ વખતે આ રજાઓ માંડ ઘટીને એક સપ્તાહ કે તેથી ઓછી રહે તેમ લાગે છે. આનું એક કારણ એ પણ છે કે દિવાળીના વેકેશન પછી તરત અમેરિકાની સૌથી અગત્યની હોલીડે સીઝનની માંગ શરૂ થાય છે. તેમ વ્યાપારી મધુભાઇ બારભાયાના અહેવાલમાં જણાવાયું છે.

(3:11 pm IST)