મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

અમેરિકામાં કોરોનાની બીજી લહેરઃ એક દિ'માં ૮૦,૦૦૦ નવા કેસ

કુલ મૃત્યુઆંક ૨.૨૩ લાખથી વધુઃ સંક્રમિતોની સંખ્યા ૮૫ લાખને પાર

વોશિંગ્ટન, તા.૨૪: અમેરિકામાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે અને તે લોકોને ફરી દહેશતમાં મૂકી દીધા છે. અમેરિકામાં કોરોનાએ અત્યાર સુધીના સારા રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક દિવસમાં ૮૦ હજાર નવા પોઝીટીવ કેસ મળવાથી હડકંપ મચી ગયો છે. જોન હોપક્રિન્સ યુનિવર્સિટીના આંકડાના જણાવ્યા મુજબ અમેરિકામાં ગઇકાલે એક દિવસમાં અંદાજે ૮૦ હજાર કોરોનાના જવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં કોરોનાનો બીજો કહેર એવા સમયે આવ્યો છે ત્યારે ૩ નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે.

કોરોનાનો આ આંકડો એટલે પણ ડરામણો છે કારણ કે અત્યાર સુધીમાં અમેરિકામાં એક દિવસમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા નથી. જયારથી કોરોના મહામારી શરૃ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ આંકડો છે તેનાથી અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા ૮.૫ મિલિયન થઇ ગઇ છે. અમેરિકામાં કોરોનાના બીજો પ્રકોપ એવા સમયે આવ્યો છે. ૩ નવેમ્બરે રાષ્ટ્રપતિ ચુંટણી થનારી છે.

(12:50 pm IST)