મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

ICMRના રીપોર્ટમાં થયો ખુલાસો

યુપીમાં કોરોનાથી મરનારા ૫૬ ટકા લોકોને કોઈ બિમારી ન હતી

મરનારામાં ૪૪ ટકા ૩૦થી ૫૯ વર્ષના લોકો હતા

લખનૌ, તા.૨૪: કોરોના દેશમાં વૃદ્ઘો પહેલાથી અન્ય કોઈ બિમારીથી પીડિત લોકોના જીવ લઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ઓછી ઉંમરના લોકોનો કોરોના જીવ લઈ રહ્યું છે. રાજયમાં ૫૬ ટકા એવા લોકોએ જીવ ગુમાવ્યો છે જેમને કોઈ બિમારી નહોંતી.

 રાજયમાં જેટલા મોત થયા છે કે તેમાં લગભગ ૪૪ ટકા ૩૦થી૫૯  વર્ષના લોકો હતા. આ ખુલાશો શુક્રવારે થયેલી કેન્દ્ર અને રાજય સરકારની બેઠકમાં આઈસીએમઆર તરફથી રજુ કરવામાં આવ્યો છે.

સૌથી વધારે ૩૭ ટકા મોત લખનૌ, મેરઠ, બનારસ, કાનપુર નગર, ગોરખપુરમાં થાય છે. મેરઠ જિલ્લામાં મૃત્યુદર ૨.૪ ટકા છે. જેમાં અનેક અઠવાડિયાથી ફેરફાર નથી થઈ રહ્યો.

રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં કોરોનાનો પહેલો પીક પસાર થઈ ચૂકયો છે. હવે સ્થિતિ નિયંત્રમાં છે પરંતુ મોતને રોકવામાં જિલ્લા અને હોસ્પિટલ સ્તર પર પુનઃ સમીક્ષા કરવાની જરુર છે. રિપોર્ટ અનુસાર અમરોહા, ફતેહપુરા, મથુરા, આજમગઢ બહરાઈચ, સંભલ,રાયબલેરી, સિદ્ઘાર્થનગર, અમેઠી અને કાસગંજમાં કોરોનાની દર્દી વધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનો કહેર હજું  યથાવત છે.  દેશમાં એક દિવસમાં વધુ ૫૩ હજાર ૯૩૫ કેસ નોંધાયા છે.  વધું ૬૫૫ દર્દીનાં મૃત્યુ થયા છે. જો કે સારી વાત એ છે કે નવા કેસની સામે રિકવરી રેટ વધું છે.   એક દિવસમાં ૬૬ હજાર ૯૯૪ દર્દી રિકવર થયા છે. કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં માં છે ૮ હજાર ૫૧૧. બીજા નંબરે મહારાષ્ટ્રમાં ૭ હજાર ૩૪૭ કેસ નોંધાયા. કર્ણાટકમાં  નવા ૫ હજાર ૩૫૬ કેસ,  દિલ્હીમાં ૪ હજાર ૮૬ કેસ નોંધાયા, પ.બંગાળમાં ૪ હજાર ૧૪૩ નવા કેસ નોંધાયા છે. જયારે આંધ્રપ્રદેશમાં ૩ હજાર ૭૬૫ અને તમિલનાડુમાં ૩ હજાર કેસ સામે આવ્યા છે

(10:07 am IST)