મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

મહારાષ્ટ્ર ભાજપને વધુ એક ઝટકો લાગશે:પાર્ટી સામે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટાયેલ ધારાસભ્ય શિવસેનામાં જોડાશે !!?

અપક્ષમાંથી ચૂંટણી જીતવા છતાંય ગીતા જૈનનની ગણતરી ભાજપ સમર્થક ધારાસભ્ય તરીકે થઇ હતી

મુંબઈ : મહારાષ્ટ્ર ભાજપને વધુ એક ઝટકો લાગશે ,કદાવર નેતા એકનાથ ખડસે એનસીપીમાં જોડાયા બાદ હવે ભાજપ સાથે બગાવત કરનાર મીરા ભાઇંદરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગીતા જૈન  ભાજપ સાથે બાકી બચેલા સંબંધ પણ સમાપ્ત કરીને શિવસેનામાં જોડાશે,ભાજપ માટે આ બીજો મોટો ઝટકો મનાઇ રહ્યો છે.

અપક્ષમાંથી ચૂંટણી જીતવા છતાંય ગીતા જૈનનની ગણતરી ભાજપ સમર્થક ધારાસભ્ય તરીકે થઇ હતી. તેઓ છેલ્લાં એક વર્ષથી એ ભરોસે બેઠા હતા કે ભાજપમાં તેમને માનપાન મળશે અને મીરા ભાઇંદર ભાજપની કમાન તેમના રાજકીય હરિફ પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના હાથમાંથી નીકાળી તેમને સોંપાશે પરંતુ એવું થયું નથી.

ગીતા જૈનના નજીકના લોકોનું કહેવું છે કે તમામ લાંછનો છતાંય જો દેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્ર મહેતાનો મોહ છોડી શકતા નથી તો ગીતા જૈનની પાસે ભાજપથી દૂર જવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી.
મીરા ભાયંદરમાં ગીતા જૈનના શિવસેનામાં સામેલ થવાની ચર્ચાએ જોર પકડયું. સૂત્રોએ દાવો કર્યો કે શનિવારના રોજ બપોરે 12.30 વાગ્યે શિવસેનામાં સામેલ થઇ રહ્યા છે. શિવસેના સર્કલમાં આ ચર્ચા સાંભળવા મળી કે માતોશ્રીથી તેમને દશેરાના દિવસ સુધી એટલે કે રવિવારના રોજ બપોરે 12 વાગ્યાનો સમય અપાયો છે. રવિવારના રોજ શિવસેનાની દશેરા રેલી છે, જે શિવસેનાની દ્રષ્ટિથી એક મોટો દિવસ મનાય છે.

ગીતા જૈનનો પ્રવેશ શનિવાર થાય કે રવિવાર પરંતુ એ નક્કી મનાય છે કે ભાજપ સાથે તેમનું કનેકશન તૂટીને શિવસાને સાથે જોડાઇ ચૂકયા છે. શિવસેના સાથે કનેકશન જોડવાનું જે મોટું કારણ બતાવ્યું છે તેમાં એક સૌથી મોટું કારણ છે તેમાં એક સૌથી મોટું કારણ એ છે કે છેલ્લાં એક વર્ષથી ભાજપ પોતાના ધારાસભ્યો અને સમર્થકોને સત્તામાં પાછા આવવાના જે સપના દેખાડી રહ્યા છે તે હવે પૂરા થતા દેખાઇ રહ્યા નથી કારણ કે મહા વિકાસ અઘાડી સરકાર દિવસે દિવસે મજબૂત થઇ રહી છે.

(10:07 am IST)