મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

બિહારમાં ગંગાનદીના ધસમસતા પાણીના પ્રવાહમાં 5 વર્ષ પહેલા બનેલી શાળા તણાઇ

શાળાનો ભાગ નદીના વહેણમાં વહી ગયો: ચૂંટણીને કારણે અધિકારીઓ વ્યસ્ત

બિહારના ભાગલપુરમાં ભાગલપુરમાં ગંગા નદી તબાહી મચાવી રહી છે.5 વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલી એક પ્રાથમિક વિદ્યાલય પાણીના તેજ પ્રવાહને કારણે જમીન દોસ્ત થઇ ગઇ અને શાળાનો ભાગ નદીના વહેણમાં વહી ગયો.ગંગા નદીના રોદ્ર રૂપ જોઇને ગામના લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.ગામના લોકોએ કહ્યું છે કે ચૂંટણીને કારણે અધિકારીઓ વ્યસ્ત છે. અમારી વ્યથા સાંભળવા કોઇ તૈયાર નથી .બિહારમાં અન્ય એક શાળા તો આખી ગંગામાં સમાઇ ગઇ હતી.પાણીના પ્રંચડ પ્રવાહ સામે ગામના લોકો પણ લાચાર થઇ ગયા છે.

ભાગલપુર સબૌર પ્રખંડના ફરકા પંચાયત અંતગર્ત આવતા ઇંગ્લિશ ગામમાં ગંગા નદીના ધસમસતા પ્રવાહને કારણે ધોવાણ ચાલું છે.જેના પ્રવાહમાં પ્રાથમિક વિદ્યાલય શાળાનો અડધો ભાગ પાણીના પ્રવાહમાં તણાઇ ગયો છે. આ શાળા હજુ તો પાંચ વર્ષ પહેલાં જ બનાવવામાં આવી હતી.તો બીજી તરફ બિહારના રામનગરના દિયારામાં આવેલી એક શાળા તો આખે આખી ગંગાના પ્રવાહમાં સમાઇ ગઇ છે.

બિહારમાં હવે આવતા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી છે અને રાજકારણીઓ અને અધિકારીઓ બધા ચૂંટણીમાં વ્યસ્ત છે એટલે શાળા તણાઇ કે લોકો તણાઇ મગરની ચામડી ધરાવતા આ લોકોને કોઇ ફરક પડતો નથી.ગામના લોકો કહે છે કે અમે એટલી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે પણ અમારી વ્યથા સાંભળવાનો કોઇની પાસે સમય નથી.

બાળકોના ભવિષ્ય માટે બનાવવમાં આવેલા શિક્ષા મંદિર ગંગા નદીના ધસમસતા પ્રવાહને કારણે જમીનદોસ્ત થઇ રહ્યા છે.ગત સપ્તાહમાં રાજંદીપુર પંચાયતની પ્રાથમિક વિદ્યાલય,મોહદીપુર લાલૂચુકની પ્રાથમિક વિદ્યાલય પણ નદીના તેજ પ્રવાહને કારણે તુટી પડી હતી.

(12:28 am IST)