મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

ધો.10-12ના વિદ્યાર્થીઓ ડિજિટલ પદ્ધતિથી ડાઉનલોડ કરી શકશે શૈક્ષણિક દસ્તાવેજો:ખાસ પ્રણાલીનો અમલ

CBSEએ 12 કરોડ જેટલા ડિજિટલ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિલોકરમાં મુક્યા

નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ તેની સાથે સંલગ્ન ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ પદ્ધતિથી મેળવી શકે, તેવી ખાસ પ્રણાલી અમલમાં મુકી છે

  આ કોમ્પ્યુટર એપ્લીકેશનમાં સંબંધીત વિદ્યાર્થીના ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ એટલે કે, ચહેરાની ડિઝિટલ પદ્ધતિના ફિચર કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ કોમ્પ્યુટર સીબીએસઈના પ્રવેશ પત્ર ઉપર લગાવવામાં આવેલા વિદ્યાર્થીના ફોટો સાથે ડિઝિટલ ફિચરને મેળવે છે અને ત્યાર પછી જ જે-તે વિદ્યાર્થીને પ્રમાણપત્ર ઈ-મેલ કરવામાં આવે છે

આ એપ્લિકેશન 'Parniaam Manjusha' અને https://digilocker.gov.in/cbse-certificate.html ના Digi Locker પર ઉપલબ્ધ છે. સીબીએસઈએ તેના વિદ્યાર્થીઓના 12 કરોડ જેટલા ડિજિટલ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિલોકરમાં મુક્યા છે.

નવી પદ્ધતિ જે વિદ્યાર્થીઓ આધારકાર્ડ અથવા મોબાઈલ નંબરમાં ભુલ થવાથી પોતાના ડિજિલોકરનો ઉપયોગ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને ચહેરાના ઓળખ દ્વારા ઉપયોગ કરી શકાય તેવી પ્રણાલી મદદરૂપ બની શકે છે.

(12:00 am IST)