મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

" ‘IMPACT’ : અમેરિકામાં સ્થાનિક ભારતીયોને રાજકારણ ક્ષેત્રે વિજયી બનાવવા કાર્યરત પોલિટિકલ એક્શન કમિટી : ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના ઉમેદવારો માટે 10 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરી દીધું

વોશિંગટન : અમેરિકામાં સ્થાનિક ભારતીયોને રાજકારણ ક્ષેત્રે વિજયી બનાવવા કાર્યરત પોલિટિકલ એક્શન કમિટીએ ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના ઉમેદવારો માટે છેલ્લા ત્રણ માસમાં  10 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરી દીધું છે.
આ ફંડનો ઉપયોગ કમિટી દ્વારા ચૂંટણીઓમાં વિજયી બનાવવા માટે પસંદ કરાયેલા એશિયન તથા ઇન્ડિયન અમેરીકન ઉમેદવારો માટે કરાશે  .જેમાં વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસ સહીત અનેક રાષ્ટ્રીય તથા સ્ટેટ તેમજ સ્થાનિક કક્ષાના દેશના એશિયન તથા ઇન્ડિયન અમેરિકન  ઉમેદવારોનો સમાવેશ થાય  છે.

‘IMPACT’એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નીલ માખીજાએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં સૌપ્રથમવાર ભારતીય મૂળના ઉમેદવારને વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવાની તક મળી છે.તેમજ ભારતીય મતદારો અમુક વિસ્તારમાં પાસું પલ્ટી નાખવાની ક્ષમતા ધરાવતી સંખ્યામાં છે.તેથી વાઇસ પ્રેસિડન્ટ પદ ઉપરાંત અનેક જુદા જુદા રાષ્ટ્રીય કક્ષાના હોદાઓ ઉપર સ્થાનિક ભારતીયો વિજયી બને તેવો પ્રયત્ન કરાશે .

(7:16 pm IST)