મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

પ્રેસિડન્શીઅલ એક્સલન્સ એવોર્ડ્સ ઈન સાયન્સ ,મેથેમેટિક્સ ,એન્ડ એન્જીનીઅરીંગ " : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2020 ની સાલ માટે જાહેર કરેલી વિજેતાઓની યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ટીચરે સ્થાન હાંસલ કર્યું

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2020 ની સાલ માટે જાહેર કરેલા " પ્રેસિડન્શીઅલ એક્સલન્સ એવોર્ડ્સ ઈન સાયન્સ ,મેથેમેટિક્સ ,એન્ડ એન્જીનીઅરીંગ " વિજેતા  નામોની યાદીમાં મેરીલેન્ડ સ્થિત ઇન્ડિયન અમેરિકન ટીચર મહિલા સુશ્રી હેમલથા ભાસ્કરને સ્થાન હાંસલ કર્યું છે.
એવોર્ડ મેળવવા બદલ હર્ષ વ્યક્ત કરતા સુશ્રી હેમલથાએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે મને મળેલા આ એવોર્ડ બદલ હું મારા સહકાર્યકરો ,સ્ટુડન્ટ્સ ,માર્ગદર્શકો ,મિત્રો ,તથા પ્રોત્સાહન પૂરું પાડનાર મારા પરિવાર જનોનો આભાર માનું  છું.

(5:32 pm IST)