નવેમ્બરમાં કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી દેખાવો
રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બનાવી 'થીંક ટેન્ક'
નવી દિલ્હી, તા. ર૪ : કોંગ્રેસ દ્વારા ફરી એક વખત ભાજપ અને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવાની તૈયારીઓ કરવામાં આવી છે. બુધવારે મળેલી કોંગ્રેસની એક બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં કોંગ્રેસ દ્વારા એક થિંક ટેન્કની રચના કરવામાં આવી છે. તેઓ રામ મંદિરથી માંડીને મંદી સુધીના વિવિધ મુદ્દાઓ ઉપર સરકારનો વિરોધ કરશે.
પાંચ નવેમ્બર અને પંદર નવેમ્બરે કોંગ્રેસ દ્વારા આ મુદ્દાઓ ઉપર દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. સોનિયા ગાંધી દ્વારા ૧૭ સિનિયર નેતાઓની એક થિંક ટેન્ક તૈયાર કરવામાં આવી છે જે રપ ઓકટોબરે પોતાનો અહેવાલ પાર્ટીને સોંપશે. આ બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ પીએમ મનમોહનસિંહ, રાહુલ ગાંધી, એહમદ પટેલ તથા કેસી વેણુગોપાલ જેવા નેતાઓ હાજરી આપશે.