મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd October 2019

હોંગકોંગમાં પ્રજાના પ્રચંડ વિરોધ બાદ સરકારે પ્રત્યાર્પણ બિલ પાછું ખેંચી લીધું

મહિનાઓથી અંધાધૂંધી હિંસા અને પ્રચંડ વિરોધ પ્રદશન બાદ આખરે સરકાર માની

 

હોંગકોંગની સરકારે  પ્રત્યાર્પણ બિલ  પાછું ખેંચી લીધું છે  જેના લીધે છેલ્લા મહિનાઓથી હોંગકોંગમાં 

અંધાધૂંધી હિંસા અને પ્રચંડ વિરોધ પ્રદર્શિત થઇ રહ્યો છે.

  હોંગકોંગના નેતાએ વિવાદીત પ્રત્યાર્પણ વિધેયકને પાછું ખેંચી લીધું છે. બિલ સામે છેલ્લા ત્રણ મહિનાથી જનતા આંદોલને ચઢી હતી. ત્રણ મહિનાથી લોકો રેલી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા હતા. જો કે લોકોની પાંચ મુખ્ય માંગણીઓમાંથી એક માંગણી સરકારે સ્વીકારી લીધી છે.

    હોંગકોંગ પર ચીનના અર્ધ સ્વાયત્ત શાસનને સૌથી મોટો પડકાર આપતાં લોકો જુન મહિનાથી શેરીમાં ઉતરી પડ્યા હતા. લૈમ બિલ પછું ખેંચી લેવા માટે કેટલાય મહિનાના ઇન્કાર બાદ આખરે પ્રધાન મંત્રી લૈમ માની ગયા હતા. તેમણે શાંતિની અપીલ કરી હતી.

અત્રે ઉલેલ્ખનીય છે કે બિલ હેઠળ કોઇ ગુનામાં શંકાસ્પદ વ્યક્તિને ચીનને સોંપી દેવાની જોગવાઇ હતી. લૈમે પોતાના કાર્યાલયમાંથી બહાર પડાયેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, સરકાર લોકોની ચિંતા દૂર કરવા માટે ઔપચારિક રીતે વિધેયકને પાછું ખેંચશે.

(12:54 am IST)