મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

દેશની એન્જિન વગરની સૌથી ઝડપી ટ્રેન તૈયાર : 29મીએ ટ્રાયલ રન પર ચાલશે:16 ડબ્બાઓ હશે

 

નવી દિલ્હી : દેશમાં પહેલી વખત એન્જિન વગરની ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડવા લાગશે. એન્જિન વગરની ટ્રેન તૈયાર થઇ ગઇ છે અને ઓક્ટોબર 29નાં રોજ તેની પ્રથમ ટ્રાયલ રન ચાલશે.

 આ એન્જિન વગરની ટ્રેન પ્રતિ કલાક 160 કિલોમીટરની સ્પીડે દોડશે. આ ટ્રેનમાં અદ્યતન ટેકનોલોજી છે. આ ટ્રેનને 16 ડબ્બાઓ હશે. ટ્રેનને ચેન્નઇ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી છે.

(9:47 pm IST)