મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

સોરાઇસીસના દર્દીઓનું જીવન સુધારવા હોમિયોપેથી અસરકારક

ડો. બત્રાઝ દ્વારા દ.આફ્રિકામાં રજુ કરાયું સંશોધન પેપર

મુંબઈ તા. ૨૪ : ડો બત્રાઝ મલ્ટીસ્પેશિયાલિટી હોમિયોપેથીએ ફરી એકવાર ભારતાં હોમિયોપેથીને નવી ઊંચાઈ અપાવી છે, દેશની હોમિયોપેથીમાં નવી ઊંચાઈઓ માટે સંશોધન અને વિકાસમાં પ્રગતિ કરી છે.

ડો બત્રાઝ ગ્રૂપ ઓફ કંપનીઝના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, હોમિયોપેથિક ડર્મેટોલોજી (એમયુએચએસ)માં ફેલો, ટ્રાઈકોલોજીકલ સોસાયટી, લંડન (યુકે)ના પૂર્વ પ્રમુખ ડો. અક્ષય બત્રાએ તૈયાર કરેલા પેપરને કેપટાઉનમાં આયોજિત ૭૩મી લીગા મેડિકોરમ હોમિયોપેથિકા ઈન્ટરનેશનલીસ (એલએચએમઆઈ) કોન્ફરન્સમાં સ્વીકૃતી અને ખૂબ આવકાર પ્રાપ્ત થયો છે.

સોરાઈસીસથી પીડાતા દર્દીઓની પીડાને પ્રકાશમાં લાવીને આ પેપરમાં દર્શાવાયું છે કે કઈ રીતે સોરાઈસીસ કેન્સર કે ડાયાબિટીસની જેમ જીવનની ગુણવત્તા પર અસર કરે છે. વિશ્વભરમાં ૮૦૦૦થી વધુ લોકોના અભ્યાસમાં જોવા મળ્યું હતું કે સોરાઈસીસથી પીડાતા લોકોના અપમાન અને ભેદભાવના અનુભવો કેવા હોય છે. તેની અસર એવી હોય છે કે ૫૪ ટકા લોકોને લાગે છે કે સોરાઈસીસ તેમના કામકાજી જીવનને અસર કરે છે, ૪૩ ટકા લોકો એવા છે કે જેમના સંબધો પર અસર થઈ છે અને ૩૮ ટકા લોકો એવા છે જેમને માનસિક તકલીફો હોવાનું નિદાન થયું હતુ. એ હકીકત છે કે સોરાઈસીસની અસર ફકત ત્વચા સુધી સીમીત નથી. તે વ્યક્તિના જીવનમાં શારીરિક, સામાજિક,લાગણીશીલ અને આર્થિક બોજ બની જાય છે. જ્યારે તેનો પરંપરાગત દવા  સાથે  ઈલાજ કરવામાં આવે છે, ત્યારે વધુ સ્ટ્રેસ અને ડિપ્રેશન આવે છે. બીજી તરફ, હોમિયોપેથી તેના ટ્રિગર્સને ઓફ્રખે છે અને આ બીમારીનો મૂફ્રમાંથી ઈલાજ કરીને વધુ રાહત આપે એ રીતે ઈલાસ કરે છે. આથી સોરાઈસીસ માટે તે સુરક્ષિત અને લાંબાગાફ્રાનો ઉકેલ બની રહે છે.

ડો. અક્ષય બત્રાએ એ વાત સમજી કે કઈ રીતે  હોમિયોપેથી દ્વારા  દર્દીના એચઆરક્યૂએલ (હેલ્થ રિલેટેડ ક્વોલિટી ઓફ લાઈફ)માં સુધારો તણાવ ઘટાડીને, આત્મવિશ્વાસ વધારીને અને ડિપ્રેશન તથા ચિંતાને દૂર કરીને લાવી શકાય છે, આ પ્રકારની સમજણ સાથેનો  અભ્યાસ અગાઉ ક્યારેય થયો નથી. તેથી તેમણે ૧૦ વર્ષથી ૬૦ વર્ષની વયજૂથના સોરાઈસીસથી પીડાતા દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. આ દર્દીઓને ભારતના પાંચ શહેરોમાંથી વિવિધ જાતિઓ અને હોમિયોપેથિની ૧૨ મહિના સારવાર લીધી હોય એવા લોકોમાંથી પસંદ કરાયા હતા. ડર્મેટોલોજી લાઈફ ક્વોલિટી ઈન્ડેક્સ (ડીએલક્યૂઆઈ) આધારિત પ્રશ્નોત્તરી કે જે સારવાર અગાઉ અને પછી કરાઈ હતી તેના આધારે નક્કી કરાયું કે સારવાર પછી તેમના એચઆરક્યૂએલમાં સુધારો થયો છે, જેમાં તેમના રોગની ગંભીરતા અને પ્રકાર કોઈપણ હોઈ શકે છે. (૨૧.૨૦)

(1:40 pm IST)