મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

બે વર્ષ પહેલા સરપંચની ચૂંટણીથી રોપાયેલા વૈમનસ્યએ છનો ભોગ લીધો

બોલેરો-ટ્રેકટર સામસામા અથડાવી દેવાની ઘટના સશસ્ત્ર ધિંગાણામાં ફેરવાઇઃ ૩૦૦૦ની વસ્તી ધરાવતા ગામમાં બે વર્ષથી વિકાસ કામોને લઇને ગજગ્રાહ ચાલતો'તો

રાજકોટ, તા. ર૪ : છસરા ગામ વિકાશીલ ગામ તરીકે મુંદરા પંથકમાં ઓળખાતું હતું, પરંતુ બે વર્ષ પહેલા ગામમાં રાજકીય વૈમનસ્યએ વરવુ સ્વરૂપ ધારણ કરતા ગઇકાલની ઘટનાના બીજ રોપાયા હતાં. બે વર્ષ પહેલા સરપંચની ચૂંટણીમાં આહીર પરિવાર અને મુસ્લિમ પરિવાર વચ્ચે વૈમનસ્ય સર્જાયા અને વૈમનસ્ય અંતે છનો ભોગ લઇને રહ્યું હતું. ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામમાં ગરબી ચોક, અવેડા સહિતના વિકાસ કામોને લઇને માથાકુટ વકરી હોવાનું મનાય છે.

સામસામી રજૂઆતો, ભલામણો અને માંગણીઓને લઇને ચાલતા ગજગ્રાહમાં ગઇકાલે બોલેરો અને ટ્રેકટર સામસામા અથડાવી દેવાના પ્રયાસે પલીતો ચાંખ્યો હતો અને સશસ્ત્ર ધિંગાણુ સર્જાતા કચ્છ સહિત સમગર સૌરાષ્ટ્રને હચમચાવી દેનારી ઘટના બની હતી.

મળતી વિગતો મુજબ છેલ્લા બે વર્ષથી આહિર જુથ પોતાના વિસતારમાં ગરબી ચોક, અવેડો, રોડ રસ્તાના કામમાં વ્હાલાદવલાની નીતિ રાખવામાં આવતી હોવાની લાગણી સાથે નારાજગી વ્યકત કરતા હતાં અને ચૂંટણીના વૈમનસ્ય ઉપરાંત વિકાસ કામોને લઇને માથાકુટ ઉભી થઇ હતી. (૮.૮)

(11:07 am IST)