મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

અમદાવાદના આઇટી અધિકારીના મૃતદેહ સાથે દોઢ વર્ષ સુધી સૂતો રહ્યો આખો પરિવાર : સમગ્ર વિસ્તારમાં હડકંપ

પરિવારજનોએ એમ કહીને અંતિમ સંસ્કાર અટકાવી દીધો હતો કે મૃતકને હોશ આવી ગયો છે. ત્યારબાદ અંદાજિત દોઢ વર્ષથી મૃતકનો મૃતદેહ ઘરમાં એક પલંગ પર રાખ્યો

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે,ઇન્કમ ટેક્સ અધિકારીના મૃતદેહને પરિવારે દોઢ વર્ષ સુધી ઘરમાં રાખ્યો અને આખો પરિવાર તેની સાથે સુતો પણ રહ્યો હતો.

પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, ઇન્કમ ટેક્સ અધિકારી કોમામાં છે. જોકે, સત્ય એ છે કે હોસ્પિટલે દોઢ વર્ષ પહેલા જ તેમને ડેથ સર્ટિફિકેટ જાહેર કરીને આપી દીધું હતું. જેવી આ ખબર વિસ્તારમાં ફેલાઇ, હડકંપ મચી ગયો.

ઘરમાં દોઢ વર્ષથી મૃતદેહ હોવાની સુચના પર સ્વાસ્થ્ય વિભાગની ટીમ સ્થાનિક પોલીસની સાથે ઘરે પહોંચી. મૃતદેહનો કબજો લીધા બાદ તપાસ માટે મેડિકલ કોલેજ મોકલી દેવાયા. ડૉક્ટરોએ જણાવ્યું કે, મૃતદેહને મમીની જેમ બનાવીને કપડામાં ટાઇટ લપેટવામાં આવ્યો હતો

માહિતી અનુસાર, રોશન નગર નિવાસી વિમલેશ કુમાર અમદાવાદમાં ઇન્કમ ટેક્સમાં ડબલ AOના પદ પર કાર્યરત હતા. તેમને એપ્રિલ 2021માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમનું ડેથ સર્ટિફિકેટ પણ તેમના પરિવારજનોને આપી દેવામાં આવ્યું હતું

 

મૃતદેહને ઘરે લાવ્યા બાદ અંતિમ સંસ્કારની તૈયારીઓએ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક પરિવારજનોએ એમ કહીને અંતિમ સંસ્કાર અટકાવી દીધો હતો કે મૃતકને હોશ આવી ગયો છે. ત્યારબાદ અંદાજિત દોઢ વર્ષથી મૃતકનો મૃતદેહ ઘરમાં એક પલંગ પર રાખવામાં આવ્યો હતો.

પરિવારજનો લોકોને બતાવતા રહ્યા કે વિમલેશ કોમામાં છે. પરંતુ, એક દિવસ પહેલા જ આયકર વિભાગ દ્વારા તપાસ માટે કાનપુરના સીએમઓ કાર્યલયને એક પત્ર મોકલ્યો, તો આજે શુક્રવારે સમગ્ર મામલે ખુલાસો થઇ ગયો છે.

આસપાસના લોકોને આ વાતની માહિતી મળતા ચોંકી ગયા. આઝમગઢ પોલીસ અધિકારીને લઇને સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે પહોંચી અને પરિવારે તેને મૃતદેહ માનવાનો ઇન્કાર કરી દીધો અને આ વાત પર અડગ રહ્યા કે તે હજુ જીવિત છે.

ત્યારબાદ દોઢ વર્ષ જૂના મૃતદેહને મેડિકલ ટીમે હેલટ હોસ્પિટલમાં તપાસ માટે મોકલી દીધો. ત્યારબાદ પરિવારજનો અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઇ ગયા.મૃતકના પિતાએ કહ્યું કે, એપ્રિલ 2021માં દીકરો બીમાર હતો, એટલા માટે અમે તેને હોસ્પિટલ લઇ ગયા. ત્યાં તેને મૃત જાહેર કરી દીધો. પરંતુ જ્યારે અમે તેને ઘરે પરત લાવ્યો તો તેમની નસ ચાલી રહી હતી. તેમના હૃદયના ધબકારા પણ ચાલતા હતા, એટલા માટે અમે તેનો અંતિમ સંસ્કાર ન કર્યો.

(12:45 am IST)