મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

રિટાયરમેન્ટ પોલિસી મુજબ કર્મચારીને 55 વર્ષની ઉંમર પછી ફરજીયાત નિવૃત કરી દેવાનું પગલું પ્રજાના હિત માટેનું છે : છેલ્લા 10 વર્ષના રેકોર્ડના આધારે બિનકાર્યક્ષમ કર્મચારીને જાહેર સેવામાંથી ફરજીયાત નિવૃત કરી શકાય : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટ

પંજાબ : રિટાયરમેન્ટ પોલિસી મુજબ 55 વર્ષની ઉંમર કે 20 વર્ષની નોકરી પછી કર્મચારીનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તેને બિનકાર્યક્ષમ દર્શાવતો હોય તો તેને જાહેર સેવામાંથી ફરજીયાત નિવૃત કરી દેવાનું પગલું પ્રજાના હિતમાં છે.
આ પગલું કોઈ દંડનીય પગલું નથી કે કર્મચારીને કલંક લગાડનારું નથી પણ પ્રજાના હિતનું છે. અલબત્ત આ રેકોર્ડની ચકાસણી બિન પક્ષપાતી હોવી જોઈએ તેવું પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટની બેન્ચે એક તહેસીલદારના કેસમાં જણવ્યું છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)