મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

વોટ્‍સએપમાં હવે એકવાર ફોટો અને વીડિયો જોયા પછી ગાયબ થઇ જશેઃ ટૂંક સમયમાં વધુ એક ફીચરનો ઉમેરો થશે

નવી દિલ્હી: વોટ્સએપ હવે એક્સપારિંગ મીડિયા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે યૂઝર્સ વોટ્સએપ ચેટને છોડશે, મીડિયા ફાઇલ જેમ કે ઇમેઝ, વીડિયો અને GIF પ્રાપ્તકર્તાના ફોનમાંથી ગાયબ થઇ જશે. આ નવું ફીચર એક્સપાયરિંગ મેસેજ ફીચરનું જ એક્સટેંશન લાગે છે. તમને જણાવી  દઇએ કે વોટ્સએપ ગત થોડા સમયથી એક્સપાયરિંગ મેસેજ ફીચર પર કામ કરી રહ્યું છે.

હવે એક્સપાયરિંગ મીડિયા (Expiring Media)ની મદદથી વોટ્સએપ ટેમ્પરરી બેસિસ્સ પર ફોટોઝ અને વીડિયોઝ વોટ્સએપ પર શેર કરી શકશો. જોકે આ નવું ફીચર અત્યારે વોટ્સઅપ બીટા (WhatsApp beta) પર રિલીઝનો ભાગ નથી.

વોટ્સએપ ફીચર ટ્રેકર WABetaInfo એ આ ફીચર સાથે જોડાયેલા કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. સ્ક્રીનશોટમાંથી એક વડે ખબર પડે છે કે આ સુવિધાને એક ડેડિકેટેડ ટાઇમ બટનના માધ્ય્માથી એક્સેસ કરી શકાશે. ચેટમાં મીડિયા ફાઇલને જોડવા માટે યૂઝરને તે બટન પર ટેપ કરવું પડશે. ત્યારબાદ સિલેક્ટેડ મીડિયા ફાઇલ્સ એક્સપાયર થઇ જશે.

WABetaInfo ના રિપોર્ટ અનુસાર એક્સપાયરિંગ મીડિયા ફીચરના માધ્યમથી મોકલવામાં આવેલી મીડિયા ફાઇલ પ્રાપ્તકર્તા દ્વાર ચેટ વિંડોથી હટતાં જ ગાયબ થઇ જશે. સાથે જ વોટ્સએપ એવી મીડિયા ફાઇલોને ટાઇમર આઇકોન દ્વારા હાઇલાઇટ કરશે, જેથી પ્રાપ્તકર્તાને એ ખબર પડી શકે કે ચેટ છોડ્યા બાદ શેર કરવામાં આવેલી ફાઇલો ગાયબ થઇ જશે.

WABetaInfo એ આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ ફીચર અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે. શરૂઆતમાં આ ફીચરને એન્ડ્રોઇડ યૂઝર માટે જાહેર કરી શકશે, પછી તેને આઇફોન માટે પણ જાહેર કરવામાં આવી શકે છે.

વોટ્સએપ એક્સપાયરિંગ મીડિયા ફીચર ઘણી હદ સુધી ઇંસ્ટાગ્રામની માફક છે, જ્યાં ઇંસ્ટાગ્રામ યૂઝરને ડાયરેક્ટ મેસેજ દ્વારા ડિસઅપિયરિંગ ફોટો અને વીડિયોઝ મોકલવાની સુવિધા આપે છે.  ઇંસ્ટાગ્રામ ગ્રુપમાં પણ યૂઝરને ગાયબ થનાર મીડિયા ફાઇલોને મોકવાની સુવિધા આપે છે. જોકે વોટ્સએપ પર ગ્રુપ યૂઝર માટે આ પ્રકારનું કોઇ ફીચર હાલ ઉપલબ્ધ નથી.

(4:57 pm IST)