મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

એક મહત્વના ફેંસલામાં મુંબઇ હાઇકોર્ટની ટિપ્પણી

હાઉસવાઇફનું કામ હોય છે ઘણું મહત્વનું છતાં તેઓનાં કામના વખાણ થતા નથી

મુંબઇ,તા.૨૪: એક મહત્વના ચુકાદામાં બોમ્બે હાઇકોર્ટે કહ્યું છે કે કોઇ પરિવારમાં ગૃહિણીની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ અને પડકારરૂપ હોય છે પણ તેના વખાણ બહુ ઓછા કરવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યુ કે જો એકસીડેન્ટમાં કોઇ ગૃહિણીનું મોત થઇ જાય તો તેનો પરિવાર વળતર મેળવવા માટે હક્કદાર છે.

મીડીયા રિપોર્ટ અનુસાર કોર્ટે કહ્યું, ' ગૃહિણી પરિવારનો આધાર હોય છે. તે બાળકોનું માર્ગદર્શન કરે છે ઘરના વડીલોની દેખભાળ રાખે છે અને પરિવારને એક જૂટ રાખે છે. તે ચોવીસ કલાક કામ કરે છે અને તે પણ કોઇ રજા પાડ્યા વગર, તેનું કામ ધ્યાનમાં નથી આવતું. તેને બીઝનેસ ન ગણી શકાય કેમ કે તેની આવક નથી હોતી.

ઉલ્લેખનીય છે કે અમરાવતીના રામભાઉ ગવઇ મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલના ચુકાદા સામે હાઇકોર્ટમાં ગયા હતા. માર્ચ ૨૦૦૫માં રોડ એકસીડન્ટમાં તેની પત્ની બેબી બાઇનું મોત થયું હતું. ટ્રીબ્યુનલે ૩ ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ તેનો વળતરનો દાવો એવું કરીને રદ કર્યો હતો કે મૃતક એક ગૃહિણી હતી અને તેની કોઇ આવક ન હોતીપંરતુ, હાઇકોર્ટે મૃતક ગૃહિણીની આવક ૩,૦૦૦ રૂપિયા નકકી કરી. એક શ્રમિકના રૂપમાં આ રકમને બમણી કરીને હાઇકોર્ટ તેના પતિ અને દીકરાઓને તેના આકસ્મિક મોતના વળતર પેટે ૮.૨૨ લાખ રૂપિયા આપવામાં આવે તેવું કહ્યું. કોર્ટે વીમા કંપનીને ત્રણ મહિનામાં આ રકમ ચુકવવાનો આદેશ આપ્યો હતો.

(12:50 pm IST)