મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

ડ્રગ્સ કનેક્શનમાં 50 બૉલીવુડ હસ્તીઓ NCBના રડાર પર : રિયા ચક્રવર્તી, ડ્રગ પેડલર્સોએ મોટા નામોનો કર્યો ખુલાસો

ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતા બોલીવુડના અભિનેતા, અભિનેત્રી, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરની પૂછપરછ થવાની શકયતા

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસની તપાસ વચ્ચે  ડ્રગ્સનો મામલો બહાર આવ્યો છે.ત્યારે  બોલીવુડની પાર્ટીઓમાં થનારા ડ્રગ્સના ઉપયોગને વિશે ખુલાસા થયા પછી અનેક કલાકારોનું નામ આવે તેવી શક્યતા છે. સુશાંત કેસ સાથે જોડાયેલા લોકો રિયા ચક્રવર્તી, ડ્રગ પેડલર્સોએ બોલીવુડના અનેક મોટા નામોનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ NCBએ બે FIR દાખલ કરી હતી, જેની પર હાલમાં ખૂબ જ તેજીથી તપાસ ચાલી રહી છે.

 NCBના રડાર પર હાલમાં 50 બોલીવુડ કલાકારો શામેલ છે.15/20 કેસમાં સુશાંત સિંહ રાજપૂત અને ડ્રગ્સ મામલામાં દીપિકા પાદુકોણ, સિમોન ખંભાતા અને રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરવામાં આવશે. આ તમામના નામ જયા સાહાએ કહ્યાં હતાં. જયાએ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશનું નામ જણાવ્યું હતું. 16/20 કેસમાં શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન શામેલ છે. આ બંનેને ઘર પર જઇને NCBએ સમન્સ પાઠવ્યાં છે. બંનેની ડ્રગ્સ મામલે પૂછપરછ કરવામાં આવશે. આ બંનેનું નામ રિયા ચક્રવર્તી અને કેટલાંક ડ્રગ્સ પેડલર્સ દ્વારા ખ્યાલ આવ્યો છે

 

એવું કહેવાઇ રહ્યું છે કે દીપિકા પાદુકોણ, સિમોન અને રકુલ પ્રીતની NCBના મુંબઇ કોલાબા સ્થિત ગેસ્ટ હાઉસમાં સવાલ-જવાબ કરવામાં આવશે. જ્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની NCBની ઝોનલ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે. NCB આ સાથે બોલીવુડની પાર્ટીઓની પણ તપાસ કરી રહ્યું છે. તેમના રડાર પર 50 અભિનેતા, અભિનેત્રી, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે કે જેઓ ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતા હતાં.

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું નામ સામે આવ્યાં બાદ NCBએ રકુલને સમન્સ મોકલ્યું હતું. પરંતુ રકુલ પ્રીત સિંહે NCBનું સમન્સ મળ્યાની ના કહી દીધી છે. NCB સૂત્ર કહે છે કે, રકુલ બહાનું બનાવી રહી છે. NCBના અધિકારીઓએ અનેક વખત રકુલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. રકુલે NCBના ફોનનો પણ કોઈ જ જવાબ નથી આપ્યો.

NCB દ્વારા એવું ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું કે, ડ્રગ્સ કેસમાં રકુલ પ્રીત સિંહને સમન્સ અપાયું હતું. પરંતુ રકુલ ઉપલબ્ધ નથી અને ના તો તેણે તપાસ એજન્સીને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો. NCBના અધિકારી કેપીએસ મલ્હોત્રાનું કહેવું છે કે, રકુલ પ્રીત સિંહને બોલાવવામાં આવી હતી અને તેમનો સંપર્ક પણ ઘણા પ્લેટફોર્મથી કરવામાં આવ્યો હતો. તેમાં ફોન પણ શામેલ છે. પરંતુ તેમની તરફથી કોઈ જ પ્રતિક્રિયા નથી આવી. રકુલ પોતાનો ફોન નથી ઉપાડી રહી. મળતી જાણકારી અનુસાર, રકુલ હાલમાં હૈદરાબાદમાં છે.

(12:14 pm IST)