મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

કોરોના મહામારી ખતમ થયા પછી પણ વર્ક ફ્રોમ હોમ કલ્ચર ચાલુ રહેશે : બિલ ગેટસ

ન્યુયોર્ક,તા. ૨૪: અબજોપતિ બિલ ગેટ્સનું કહેવું છે કે વર્ક ફ્રોમ હોમ કલ્ચર બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અને ઘણી કંપનીઓ આ કલ્ચરને કોરોના વાયરસ મહામારી ખતમ થયા પછી પણ ચાલુ રાખશે. દુનિયાના વિભીન્ન ભાગોમાં કોવિડ-૧૯ના કારણે કડક લોકડાઉન છે. જેણે સંસ્થાઓને પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા દેવા માટે મજબૂર કરી છે. બિલ ગેટસ ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા આયોજીત એક ઓનલાઇન બિઝનેસ સમિટમાં બોલી રહ્યા હતા.

તેમણે કહ્યું કે વર્ક કલ્ચર બહુ સારી રીતે ચાલી રહ્યું છે તે ચાલુ રહેશે. પણ કોરોના મહામારી ખતમ થયા પછી આપણે એ પણ વિચારવું પડશે કે આપણે કેટલા ટકા સમય ઓફીસમાં વિતાવીએ છીએ.

ગેટસ આ આખા વર્ષમાં કામ અંગે કયાંય નથી ગયા. તેમણે જણાવ્યું કે તેમને ઘણુ બધુ વધારાનું કરવા માટે સમય મળ્યો. ગેટસનું એમ પણ કહેવું છે કે જો કે વર્ક ફ્રોમ હોમ એટલું એંગેજીંગ નથી. રહ્યું.તેના માટે તેના સોફટવેરમાં ઘણો સુધારો કરવો પડશે. સોફટવેર એન્જીનીયરીંગ આશ્ચર્યજનક રીતે બહુ સારૂ કામ કર્યું છે. પણ જ્યારે બાળકો ઘેર હોય, ઘર નાના હોય અને કામ ઘણા હોય ત્યારે ઓફીસનું કામ કરવું અધરૃં બની જાય છે. મહિલાઓને તો ઘણી બધી વસ્તુઓ જોવાની હોય છે. એટલે કે વર્ક ફ્રોમ હોમની પોતાની કેટલીક કમીઓ પણ છે.

(11:33 am IST)