મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

યુ.એસ.કોંગ્રેસના ઉમેદવાર જીની આઇવેસ એમ્ટ્રોન કોર્પોરેશનની મુલાકાતે : ' મેઇડ ઈન અમેરિકા ' માટેની પ્રતિબધ્ધતાને બિરદાવી


શિકાગો : તાજેતરમાં યુ.એસ.કોંગ્રેસના ઉમેદવાર જીની આઇવેસએ એમ્ટ્રોન કોર્પોરેશનની મુલાકાત લીધી હતી.તથા અમેરિકાને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાની  પ્રતિબધ્ધતાને બિરદાવી  હતી.તેમણે જણાવ્યું હતું કે દેશની આર્થિક સમૃદ્ધિ વધારવામાં સરકાર ઉપરાંત Aimtron Systems, LLC જેવી કંપનીઓ મહત્વનું યોગદાન આપી રહી છે.તેમજ દેશને સુરક્ષિત રાખવા અને અર્થતંત્રને વેગ આપવામાં કંપનીના યોગદાનને બિરદાવ્યું હતું.જે માટે વસાણી પરિવારની જહેમતને બિરદાવી હતી.
એમ્ટ્રોન  કોર્પોરેશન 2009 ની સાલમાં યુવા સાહસિક  શ્રી મુકેશભાઈ વસાણીએ શરૂ કરી હતી.હાલમાં તેમની 6 ગ્રુપ કંપનીઓ કાર્યરત છે.જેના દ્વારા તેઓ અનેક લોકોને રોજગારી પુરી પાડે છે.તથા મિલિટરી ડિવિઝનને પણ સાધનો મોકલી દેશની સુરક્ષામાં યોગદાન આપે છે.જે સુશ્રી ધૃતિ વસાણી ,શ્રીમતી વસાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.કંપની ગ્રુપ દ્વારા ઉત્પાદિત સાધનોની વિશ્વભરમાં નિકાસ થાય છે.
( કંપની કોઈ પોલિટિકલ ગ્રુપ કે ઉમેદવાર સાથે સંકળાયેલી નથી.) તેવું શ્રી સુરેશ બોડીવાલા દ્વારા જાણવા મળે છે.
 

(7:23 pm IST)