મુખ્ય સમાચાર
News of Tuesday, 24th September 2019

કેરળમાં પિતાએ ૧ર વર્ષીય પુત્રીને દેહ વ્યાપાર માટે કરી મજબૂરઃ ત્રણ લોકોની ધરપકડ

         ૭ મા ધોરણમાં અભ્યાસ કરતી ૧ર વર્ષીય વિદ્યાર્થીનીએ કેરળમા ચાઇલ્ડ લાઇન અધિકારીઓને જણાવ્યું કે તેના પિતા છેલ્લા ર વર્ષથી એના પાસે દેહ વ્યાપાર કરાવી રહ્યા હતા.

         આ પછી પોલીસએ આ મામલામા છોકરીના પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ જણાવેલ કે છોકરીની સાથે ઘણી વખત યૌન શોષણ થયુ હતુ.

         મેડીકલ રીપોર્ટ દ્વારા ઘટનાને પુષ્ટિ મળી છે. છોકરી સાથે દુષ્કર્મ થયુ છે.

(11:35 pm IST)