મુખ્ય સમાચાર
News of Tuesday, 24th September 2019

સીબીઆઈએ વિમાન કૌભાંડ અંગે કોર્પોરેટ વચેટિયા દીપક તલવારની સામે કોર્ટમા ચાર્જશીટ દાખલ કરી

દિપક તલવાર ઉપરાંત તેના અનેક સાથીઓના નામ સામેલ

નવી દિલ્હીઃ સીબીઆઈએ વિમાન કૌભાંડના સંબંધમાં કોર્પોરેટ વચેટિયા દીપક તલવારની સામે કોર્ટમા આરોપપત્ર દાખલ કર્યો છે. આ કૌભાંડથી એર ઈન્ડિયાને કથિત રૂપે નુકસાન થયુ છે. વિશેષ ન્યાયાધીશ અનિલકુમાર સિસોદિયા સમક્ષ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૮ અને અન્ય આરોપો હેઠળ તલવાર વિરુદ્ઘ અંતિમ રિપોર્ટ દાખલ કરાયો છે. આ ધારા લોકસેવકોને પ્રભાવિત કરવા માટે રિશ્વત આપવાનો છે.  ચાર્જશીટમાં તલવાર ઉપરાંત તેના નજીકના સાથીઓ યાસ્મિન કપૂર, માયા બી પુરી, સ્ટોન ટ્રાવેલ પ્રાઇવેટ લિમિટેડ, સીડર ટ્રાવેલ્સ, દિપક તલવાર એન્ડ એસોસિએટ્સ અને એશિયા ફીલ્ડ લિમિટેડના નામો પણ છે. તલવાર હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેમને દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

(1:16 pm IST)