મુખ્ય સમાચાર
News of Monday, 24th September 2018

કેગ કરશે રાફેલની તપાસઃ ડીલ રદ નહિ થાય

અમે CAGના રિપોર્ટની રાહ જોશુઃ જેટલી

નવી દિલ્હી તા. ર૪ :.. રાફેલ ડીલ સરકાર માટે માથાનો દુઃખાવો બન્યો છે. વિપક્ષ આ મામલે સરકારને ભીડવી રહ્યો છે. દરમ્યાન નાણામંત્રી અરૂણ જેટલીએ કહયું છે કે કેગ રાફેલ સોદાની તપાસ કરશે અને જોશે કે એનડીએ સરકારની ડીલ સારી છે કે, યુપીએ સરકારના  બધા તથ્થો અને આંકડા કેગ સામે રાખશે તે પછી કેગ નિર્ણય લેશે. અમે તેના રિપોર્ટની રાહ જોશુ. તેમણે કહયું હતું કે, રાહુલ ગાંધીના આરોપો ખોટા છે.

તેમણે કહયું હતું કે કોઇપણ સંજોગોમાં ડીલ રદ નહિ થાય. તેમણે રાહુલ દ્વારા ઓલાંદને સ્ટાર બનાવવા અંગે સવાલ ઉઠાવ્યો હતો અને એ બાબતને નકારી હતી કે સરકારે અનિલ અંબાણીનું નામ આપ્યું હતું.

(3:38 pm IST)