મુખ્ય સમાચાર
News of Monday, 24th September 2018

દેવામાં ડૂબ્યું ચીન : આર્થિક સ્થિતી કથળવાના કારણે જિનપિંગ પરેશાન

ચીનનું દેવું ૨૫૮૦ અબજ ડોલરે પહોંચ્યું : બંને મિત્ર પાકિસ્તાન અને ચીન હવે દેવાળીયા થવાની તૈયારીમાં

બીજિંગ તા. ૨૪ : ચીનનું વધી રહેલુ દેવું હવે ૨૫૮૦ અબજ ડોલરના આંકડા સુધી પહોંચી ચુકયું છે. દેશની આર્થિક વૃદ્ઘી નબળી પડવા સંદર્ભમાં તેને મોટી ચિંતા તરીકે જોવામાં આવી રહી છે. દેશની ટોપ વિધાયિકાએ નિર્ણય લીધો છે કે સ્થાનીક સરકારનાં દેવાની મહત્તમ સીમા ૨૧૦૦૦ અબજ યુઆનની હોવી જોઇએ.

ચીનની સરકારી સંવાદ સમિતી શિન્હુઆની એક સમાચારમાં નાણામંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ચીનની સ્થાનીક સરકારી દેવું ઓગષ્ટના અંતમાં ૧૭૬૬૦ અબજ યુઆન (૨૫૮૦ અબજ ડોલર) રહ્યું, જે અધિકારીક સીમાથી નીચે જ છે.

સ્થાનીક સરકારો દેવામાં સતત થઇ રહેલા વધારાના કારણે ચિંતિત છે.જો કે દેશની ગત્ત વર્ષનો કુલ સરકાર દેવું જીડીપીનું ૩૬.૨ ટકા હતું. જે સૌથી આધુનિક અર્થવ્યવસ્થાનાં સ્તરથી ઓછું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આર્થિક ખતરાને ઘટાડવા માટે સ્થાનીક સરકાર પર દેવાનાં સ્તરમાં ઘટાડો કરવા માટે દબાણ કરી રહ્યા છે. જો કે તેમાંથી ગણા પોતાની આદતોનાં કારણે અત્યાર સુધી બહાર આવી શકયા નથી.

વિશ્વની બીજી સૌથી મોટી ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડવા મુદ્દે ચિંકા પ્રકટ કરવામાં આવી રહી છે. વિશ્વનાં ટોપના અર્થશાત્રીઓ પણ આ અંગે અગાઉ ચેતવણી અને હવે ડર વ્યકત કરી ચુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્થશાસ્ત્રીઓ પહેલા જ આ અર્થવ્યવસ્થાનો ફુગ્ગો ફુટશે તેવી ચેતવણી આપી ચુકયા છે.(૨૧.૮)

(9:51 am IST)